Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવેન્દ્ર ફડણવિસ ત્રીજીવાર બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિંદે અને અજીત પવારને મળ્યુ નાયબ મુખ્યમંત્રી પદ

દેવેન્દ્ર ફડણવિસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ત્રીજીવાપ શપથ ગ્રહણ કર્યા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવેન્દ્ર ફડણવિસ ત્રીજીવાર બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિંદે અને અજીત પવારને મળ્યુ નાયબ મુખ્યમંત્રી પદ
Follow Us:
| Updated on: Dec 05, 2024 | 7:44 PM

ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના CM ની ખુરશી પર બિરાજમાન થશે. તેમની સાથે NCP ચીફ અજિત પવાર અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા .

મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીયમંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપને 21-22 વિભાગો મળી શકે છે

શપથગ્રહણ બાદ ત્રણેય પક્ષો વચ્ચે કેબિનેટ અને વિભાગોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ભાજપને 21થી 22 વિભાગ મળવાની શક્યતા છે. શિવસેનાએ 16 પોર્ટફોલિયોની માગ કરી છે. જેમા તેમને 12 બેઠકો મળવાની સંભાવના છે. સાથે જ અજિત પવારને 9થી 10 વિભાગો મળવાની પણ ચર્ચા છે.

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

2014માં પહેલીવાર બન્યા હતા CM

દેવેન્દ્ર ફડણવીસ 2014માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 5 વર્ષ સુધી સરકાર ચલાવી અને 2019માં ભાજપે સૌથી વધુ સીટો જીતી. પરંતુ પાર્ટી સરકાર બનાવી શકી નથી. અઢી વર્ષ બાદ ભાજપે એકનાથ શિંદેના નેતૃત્વમાં એનડીએની સરકાર બનાવી અને ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા.

‘બધા મળીને સરકાર ચલાવશે’

બુધવારે સવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મોહર લાગી હતી. જે બાદ મહાયુતિના નેતાઓની બેઠક યોજાઈ હતી અને ફડણવીસના નામે સમર્થન પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. શિંદે, પવાર અને ફડણવીસ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની સામે સરકાર રચવાનો દાવો કર્યો. જે બાદ ત્રણેય નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

એકનાથ શિંદેએ કહ્યું, ‘ફડણવીસે 2022માં આ જ જગ્યાએ મારા નામ (CM પદ માટે)નો પ્રસ્તાવ મૂક્યો હતો અને આજે હું પણ આ જ જગ્યાએથી ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકી રહ્યો છું.’ ફડણવીસે કહ્યું, ‘મુખ્યમંત્રી પદ એક ટેકનિકલ વ્યવસ્થા છે. અમે ત્રણેય મળીને સરકાર ચલાવીશું.

મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ

મહારાષ્ટ્રમાં 288 સીટો છે. બહુમતી માટે 145 બેઠકો જીતવી જરૂરી છે. આ ચૂંટણીમાં બીજેપી ફરી એકવાર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને 132 સીટો જીતી છે. અજિત પવારની એનસીપી 41 બેઠકો જીતીને ત્રીજા સ્થાને છે. જેએસએસને 2 સીટ અને આરએસજેપીએ એક સીટ જીતી હતી. આ વખતે ભાજપે ચૂંટણીમાં 149 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે શિવસેનાએ 81 અને NCPએ 59 ઉમેદવારોને ટિકિટ આપી હતી.

મહારાષ્ટ્ર ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">