AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Corona Updates: મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, મંગળવારે 11 હજાર 647 દર્દીઓ નોંધાયા, 2ના મોત

Corona in Mumbai: મંગળવારે મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ (Corona cases in mumbai) નોંધાયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે.

Mumbai Corona Updates: મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, મંગળવારે 11 હજાર 647 દર્દીઓ નોંધાયા, 2ના મોત
મુંબઈમાં કોરોનાના કેસ (સાંકેતિક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:41 PM
Share

મુંબઈમાં (Mumbai ) સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં (Corona’s case) મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ નોંધાયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે. આ મોટી રાહતની વાત છે. દરમિયાન મંગળવારે મુંબઈમાં કોરોનાથી 2 લોકોના દુઃખદ મોત થયા છે. સોમવારે 5 લોકોના મોત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં હાલમાં રિકવરી રેટ 87 ટકા છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોતનો આંકડો ઉમેરીને અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 16 હજાર 413 થઈ ગયો છે.

હાલમાં મુંબઈમાં 1 લાખ 523 કોરોનાના સક્રિય કેસ છે. મંગળવારે કુલ 62 હજાર 97 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે મુંબઈમાં અત્યાર સુધીમાં 1 કરોડ 43 લાખ 25 હજાર 144 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોર્ના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો 36 દિવસનો થઈ ગયો છે.

મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો  તમને જણાવી દઈએ કે સોમવાર અને મંગળવાર પહેલા સતત ચાર દિવસ સુધી મુંબઈમાં કોરોનાના આંકડા કાં તો વીસ હજારને પાર કરી રહ્યા હતા અથવા તો તેની નજીક જ નોંધાઈ રહ્યાં હતા. 6 જાન્યુઆરીએ મુંબઈમાં 20 હજાર 181 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. 7 જાન્યુઆરીએ 20 હજાર 971 કોરોનાના કેસ નોંધાયા હતા. તો 8 જાન્યુઆરીએ કોરોનાના 20 હજાર 318 કેસ નોંધાયા હતા. જ્યારે 9 જાન્યુઆરીએ આ સંખ્યા વીસ હજારથી થોડી ઘટીને 19 હજાર 474 થઈ ગઈ. આ પછી, ગઈકાલ 10 જાન્યુઆરીએ, કોરોનાના કેસની સંખ્યા ઘટીને 13 હજાર 648 થઈ ગઈ અને આજે 11 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે, કોરોનાના નવા કેસ ઘટીને 11 હજાર 647 થઈ ગયા.

આ પણ વાંચોઃ

coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 7476 કેસ નોંધાયા

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">