ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 7476 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે જેમાં 11 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોના સંક્રમણથી 3 દર્દીના નિધન થયા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં વધારો નોંધાયો છે જેમાં 11 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના સંક્રમણથી 3 દર્દીના નિધન થયા. વલસાડ, સુરત અને પોરબંદરમાં 1-1 દર્દીનું મોત થયું. રાજ્યમાં રાજ્યમાં 2704 દર્દી સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાના 37238 એક્ટિવ કેસ(Active Case) છે. જે પૈકી 37204 દર્દી સ્ટેબલ અને 34 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે. જો કે મંગળવારે ઓમીક્રોનનો(Omicron) એક પણ કેસ નોંધાયો નથી.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2861 દર્દી નોંધાયા
અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2861 દર્દી નોંધાયા. તો સુરત શહેરમાં કોરોનાના 1988 દર્દી સામે આવ્યા. વડોદરા શહેરમાં 551, રાજકોટ શહેરમાં 244 પોઝિટિવ દર્દી મળ્યાં.
રાજ્યના મહાનગરો સિવાય પણ કોરોનાનો ચેપ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. વલસાડમાં 189 અને કચ્છમાં 121 કોરોનાના કેસ સામે આવ્યા. મહેસાણામાં 108, ભરૂચમાં 92 કોરોના દર્દી નોંધાયા.
અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 2861 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1290 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 42 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા.
સુરત શહેરમાં 1988 નવા કેસ
સુરત શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સુરત શહેરમાં 1988 નવા કેસ સામે આવ્યા અને 372 દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થયા. સુરત જિલ્લામાં 136 નવા કેસ સામે આવ્યા તો એક દર્દીનું કોરોનાથી નિધન થયું. જ્યારે 59 દર્દીઓ સારવાર બાદ સાજા થયા
આ ઉપરાંત, ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
આ કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
આ પણ વાંચો : Rajkot : શાળાની બેદરકારી સામે આવી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો : ગુજરાતમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : જીતુ વાઘાણી