Child Vaccination: બાળકોને વેક્સિન આપવા માટે મુંબઈ સજ્જ, BMC એ તૈયાર કર્યો આ એક્શન પ્લાન

કોરોના માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. ત્યારે મોદી સરકાર દ્વારા બાળકોને વેક્સિન આપવાની મંજુરી આપતા હાલ વાલીઓ ચિંતામુક્ત બન્યા છે.

Child Vaccination: બાળકોને વેક્સિન આપવા માટે મુંબઈ સજ્જ, BMC એ તૈયાર કર્યો આ એક્શન પ્લાન
Child Vaccination Plan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 4:16 PM

Mumbai Child Vaccination: વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ મુંબઈ તંત્ર (Bombay Municipal Corporation) પણ તૈયાર જોવા મળી રહ્યુ છે. મુંબઈમાં બાળકોના રસીકરણ માટે એક પ્લાન (Child Vaccination Plan)  તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મુંબઈમાં 30 લાખ બાળકોને કોરોના વેક્સિન (Corona Vaccine) આપવામાં આવશે. શનિવારે દેશને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)  15 થી 18 વર્ષ સુધીના કિશોરને કોરોનાની રસી અને વરિષ્ઠ નાગરિકો માટે રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose)  અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

બાળકોને વેક્સિન આપવા માટે તૈયાર BMC

આવી સ્થિતિમાં હવે દરેકની નજર મુંબઈ તરફ છે. કારણ કે મુંબઈ શહેરમાં મોટી સંખ્યામાં બાળકો છે. ત્યારે હાલ BMCએ નાના બાળકોના રસીકરણ માટે એક પ્લાન તૈયાર કર્યો છે.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર બાળકોના રસીકરણનું કામ શરૂ થઈ જશે. મેટરનિટી હોમ, ચિલ્ડ્રન હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 350 રસીકરણ કેન્દ્રોમાં (Vaccination Center) બાળકોને રસી આપવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તંત્ર દ્વારા કરવામા આવી આ તૈયારી

વેક્સિનનો સ્ટોક રાખવા માટે મુંબઈમાં કોલ્ડ સ્ટોરેજની (Cold Storage) સારી વ્યવસ્થા છે. પરંતુ  બાળકોની રસી માટે અલગ તાપમાનની જરૂર પડશે કે કેમ તે માર્ગદર્શિકા આવ્યા બાદ જ ખબર પડશે. નવી ગાઈડલાઈન જાહેર થયા બાદ બાળકોના રસીકરણ માટે 1500 સ્ટાફને ખાસ તાલીમ (Staff Training) આપવામાં આવશે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના તબીબોને તાલીમ આપવાની પણ BMCની યોજના છે.

ઉપરાંત જો જરૂર પડશે તો કોરોનાની બીજી લહેર દરમિયાન તૈયાર કરાયેલા પીડિયાટ્રિક વોર્ડનો (Pediatric ward)ઉપયોગ કરવામાં આવશે અને જો કોઈ બાળકોને વેક્સિનનુ રિએક્શન આવે તો તેવા બાળકોને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકા બાળકોના રસીકરણ માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે.

આ પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રમાં 95 ટકા ઓમિક્રોન દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, 60 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા નથી

આ પણ વાંચો: Maharashtra : “ચૂંટણી નજીક આવતા ભાજપને યાદ આવ્યો વિકાસ”, શિવસેનાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

g clip-path="url(#clip0_868_265)">