AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા સહિત 3 લોકોની ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો

Yusuf Pathan Sasra Arrested :યુસુફ પઠાણના સસરા અને જમાઈની મુંબઈની ભાયખલા પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલો મારપીટ સાથે જોડાયેલો છે. તો ચાલો જાણીએ વિસ્તારથી આ સમગ્ર મામલો શું છે.

Breaking News :  પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા સહિત 3 લોકોની ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો
| Updated on: Apr 21, 2026 | 1:34 PM
Share

પોલીસે ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરાની ધરપકડ કરી છે.યુસુફ પઠાણના સસરા ખાલિદન ખાન તેના દીકરા અને અન્ય એક સંબંધીની પોલીસે ધરપકડ કરી છે. આઈએએનએસના રિપોર્ટ મુજબ ભાયકુલમાં રસ્તામાં ખાડાના કારણે કારનું પાણી બીજી વ્યક્તિ પર ઉછળીને પડ્યુ હતુ. તેમજ તેના પરિવાર પર હુમલો કરવાના આરોપમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે 3 આરોપીને કોર્ટમાં રજુ કર્યા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. એક શંકાસ્પદ હજુ પણ ફરાર છે. હુમલામાં પીડિતાને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે,કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

કેવી રીતે વિવાદ શરુ થયો?

પોલીસે ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું હતું કે, “શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ, યુસુફ ખાન (30) નામનો એક વ્યક્તિ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. એક ખાડામાંથી પસાર થતી વખતે પાણીના છાંટા શોએબ ખાન (અન્ય વ્યકિત) (35) પર પડ્યા.” યુસુફ ખાને પોલીસને જણાવ્યું કે તેણે તરત જ કાર રોકી અને માફી માંગી, પરંતુ શોએબ ખાન ગુસ્સે થઈ ગયો. તેણે કથિત શબ્દો બોલવાનું શરૂ કર્યું હતુ અને વાંસની લાકડીથી કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ તેણે યુસુફ ખાન પર હુમલો કર્યો, જેનાથી તે ઘાયલ થયો હતો.

ઘરે પાછા ફર્યા પછી, યુસુફ ખાનના પરિવારે તેમને પોલીસ પાસે જવાની સલાહ આપી. પોલીસ સ્ટેશન જતા રસ્તામાં, તેઓ ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) ને મળ્યા, જેણે તેમના પુત્રો ઉમરશાદ ખાન, શોએબ અને અન્ય આરોપી શાહબાઝ પઠાણ સાથે મળીને દલીલ શરૂ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ખાલિદ, ઉમરશાદ, શોએબ અને શાહબાઝે યુસુફ ખાન અને તેના સંબંધીઓ પર વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો હતો. યુસુફ ખાનના સાળા સલમાનના હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે તેના કાકા ઝાકી અહેમદને ગંભીર ઈજાઓ થઈ હતી.

પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ,તપાસમાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લીધા હતા અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં હુમલામાં વપરાયેલા વાંસના લાકડીઓ અને બેઝબોલ બેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓ દ્વારા આરોપીઓની સ્પષ્ટ ઓળખ થઈ ગઈ છે.

હાલમાં પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ફરાર આરોપીની શોધખોળ ચાલું છે અને આવનાર દિવસમાં આ કેસમાં મોટો ખુલાસો થવાની શકયતા છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે, આ ઝઘડામાં કેટલાક લોકો સામેલ હતો. શું વિવાદ પહેલા કોઈ તણાવ હતો કે કેમ.

બંન્ને ભાઈ રહી ચૂક્યા છે ટીમ ઈન્ડિયાનો ભાગ, આવો છે વડોદરાના ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">