AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર કર્યા પ્રહાર, BMC ને ગણાવ્યો ‘ કૌભાંડીઓનો અડ્ડો’

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરી ઉદ્ધવ સરકારને ઘેરી છે. આ દરમિયાન તેણે BMCને 'કૌભાંડીઓનો અડ્ડો' ગણાવ્યો હતો.

Maharashtra:  BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર કર્યા પ્રહાર, BMC ને ગણાવ્યો ' કૌભાંડીઓનો અડ્ડો'
Devendra Fadanvis (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:30 PM
Share

Maharashtra:  મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadanvis)  શિવસેના પર નિશાન સાધતા BMCને ‘કૌભાંડોનો અડ્ડો’ ગણાવ્યો. આ દરમિયાન ફડણવીસે શિવસેનાના કાળા કારનામાનો પર્દાફાશ કરવા માટે તેમના સાથી BJP કાઉન્સિલર અને BMC જૂથના નેતા પ્રભાકર શિંદેની પણ પ્રશંસા કરી હતી.

BMCમાં કૌભાંડો અને લૂંટ ચાલી રહી છે…!

વધુમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, BMCમાં (Bombay Municipal Corporation) કૌભાંડો અને લૂંટ ચાલી રહી છે,આ રાજ્યમાં આવું ભાગ્યે જ બન્યું હશે.હું છેલ્લા દોઢ વર્ષથી BMCની પ્રવૃત્તિઓને નજીકથી જોઈ રહ્યો છું. જ્યાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તે પણ કોઈ શરમ વગર…! આવી સ્થિતિમાં કોવિડનું કારણ આપીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જાણી જોઈને ઓનલાઈન બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપના કાઉન્સિલરોને ગૃહમાં બોલવાની એક પણ તક આપવામાં આવી ન હતી.

BMCના નિર્ણયો પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે : ફડણવીસ

ઉપરાંત પૂર્વ CM ફડણવીસે આરોપ લગાવ્યો કે, શિવસેનાનું કામ માત્ર અને માત્ર મનસ્વી પદ્ધતિઓથી કામ કરવાનું છે. BMCમાં સત્તારૂઢ શિવસેના સાથે મળીને વિપક્ષ પાર્ટી કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા ઈચ્છતી નથી.આવી સ્થિતિમાં કોઈ પણ પ્રોજેક્ટ પાસ કરતા પહેલા અનેક સવાલોના જવાબ મેળવવા જરૂરી છે, પરંતુ તેઓ માત્ર ઈજારાશાહી ચલાવીને પોતાના નિર્ધારિત ટાર્ગેટ પૂરા કરી રહ્યા છે, જેથી તેમના ખિસ્સા ભરાઈ શકે. જો કે, કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા BMCના નિર્ણયો પર આજે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યાં તેનું એક કારણ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર છે.

BMCના ખર્ચનું વિશેષ ‘CAG ઓડિટ’ થવુ જોઈએ

તમને જણાવી દઈએ કે, રાજધાની મુંબઈમાં પાર્ટીના કાર્યક્રમમાં વાત કરતા ફડણવીસે રસ્તા બનાવવાના ગોટાળા પર BJP કાર્યકરોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. ફડણવીસના જણાવ્યા અનુસાર, BMCએ સિમેન્ટના રસ્તા તોડીને ડામરના રસ્તા બનાવ્યા છે. ત્યારે હાલ BJP નેતાએ BMCના ખર્ચનુ વિશેષ ‘CAG ઓડિટ’ કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : Maharashtra Unlock: મહારાષ્ટ્ર આ મહિના સુધી સંપૂર્ણ અનલોક થશે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનો દાવો

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">