Maharashtra: દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, નાના પટોલેને લઈને આપ્યુ ચોંકાવનારૂ નિવેદન
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'તમારા લોકો હોવા છતાં કોઈ અહીં આવીને વિરોધ કરવાની હિંમત નથી કરતું. PM મોદીની માફી માંગવાનો સવાલ જ નથી. ઉલટાનું કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. '
Maharashtra: સંસદમાં PM નરેન્દ્ર મોદીના (PM Modi) નિવેદન દ્વારા મહારાષ્ટ્રના કથિત અપમાનને લઈને કોંગ્રેસ રાજ્યભરમાં (Maharashtra Congress) વિરોધ કરી રહી છે. આ અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આજે મુંબઈમાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadanvis) ‘સાગર’ બંગલાની બહાર આંદોલન અને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. પરંતુ પોલીસે સવારથી જ સાગર બંગલા તરફ જતા બંને રસ્તાઓ બંધ કરી દીધા હતા અને કોંગ્રેસના કાર્યકરોને બંગલે પહોંચતા અટકાવ્યા હતા.
ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ આક્રમક દેખાયા
કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધે કોઈક રીતે બંગલા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. કોંગ્રેસના આ આંદોલન સામે ભાજપના નેતાઓ(BJP Leader) અને કાર્યકરો પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા.
ભાજપ-કોંગ્રેસ આમને સામને
તમને જણાવી દઈએ કે, ભાજપના નેતા પ્રસાદ લાડે ગઈ કાલે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતુ કે ‘તમે દેવેન્દ્ર ફડણવીસના બંગલાની આસપાસ આવો છો પણ જોઈએ કે તમે પાછા કેવી રીતે જશો.’ નેતાઓ કોંગ્રેસના આંદોલનને પડકારવા તૈયાર થઈ ગયા હતા. મુંબઈ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ મુંબઈના મલબારમાં નાના પટોલેના લક્ષ્મી નિવાસ બિલ્ડિંગની બહાર પ્રદર્શન કર્યું.
અહીં પણ પોલીસ ભાજપના કાર્યકરોને પકડીને લઈ ગઈ હતી. આ બધાની વચ્ચે નાના પટોલેએ કોંગ્રેસનું આંદોલન સ્થગિત કરી દીધું. આ રીતે કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ જતાં ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરે મળ્યા હતા. અહીં દેવેન્દ્ર ફડણવીસે આ સમગ્ર ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
નાના પટોલેને લઈને આપ્યુ આ નિવેદન
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘તમારા લોકો હોવા છતાં અહીં આવીને વિરોધ કરવાની કોઈની હિંમત થતી નથી. PM મોદીની માફી માંગવાનો સવાલ જ નથી. ઉલટાનું કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના કારણે દેશની બરબાદી થઈ. નાના પટોલે જેવા લોકો યુક્તિબાજ છે, પરંતુ તેના ખેલની કોઈ અસર થવાની નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન