મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે ચંદ્રશેખર બાવનકુળેને કામઠી બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે. નંદુરબારથી વિજય કુમાર ગાવિત, ધુલેથી અનૂપ અગ્રવાલ અને મંગલ પ્રભાત લોઢાને મલવાર હિલ્સ બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે.
ભાજપે જાહેર કરેલ પ્રથમ યાદીમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપીને ઘરે બેસાડયા છે. ઘણી જગ્યાએ વર્તમાન ધારાસભ્યોને તક આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સાંસદ અશોક ચવ્હાણની પુત્રી સુજયા ચવ્હાણને ભોકરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય ગણપત ગાયકવાડના પત્ની સુલભા ગાયકવાડને કલ્યાણથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે કોલાબા બેઠક પરથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ સ્પીકર પણ રહી ચૂક્યા છે. જ્યારે નિતેશ રાણે કણકાવલીથી, આશિષ શેલાર બાંદ્રા પશ્ચિમથી, રામ કદમ ઘાટકોપર પશ્ચિમથી, ચંદ્રકાંત દાદા પાટીલ કોથરુડથી, વિદ્યા ઠાકુર ગોરેગાંવથી, મનીષા ચૌધરી દહિસરથી, પરાગ અલવાણી વિલે પાર્લેથી, મહેશ ચૌગુલેને ઘાટકોપરથી ચૂંટાયા છે. ભિવંડી, નાલાસોપારાથી રાજન નાઈક નવી મુંબઈથી મંદા મ્હાત્રે અને મલાડથી આશિષ શેલારના ભાઈ વિનોદ શેલારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
શિરપુરથી કાશીરામ પાવરાની ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. રાવેરથી અમોલ જાવલે, ભુસાવલથી સંજય સાવકરે, જલગાંવથી સુરેશ ભોલે, ચાલીસગાંવથી મંગેશ ચવ્હાણ, જામનેરથી ગિરીશ મહાજન, ખામગાંવથી આકાશ ફુંડકર, જલગાંવ (જામોદ)થી સંજય કુટે, અકોલા પૂર્વથી રણધીર સાવરકર, ધમગાંવથી પ્રતાપ અડસડ, ધામગાંવથી રેલવે. અચલપુરથી પ્રવીણ તાયડે, દેવલીથી રાજેશ બકાને, હિંગણાઘાટથી સમીર કુંવર અને ડોમ્બિવલીથી રવિન્દ્ર ચવ્હાણને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Published On - 3:58 pm, Sun, 20 October 24