AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhiwandi Building Collapse: ઇમારત ધરાશાયી થવામા અત્યાર સુધીમાં 7ના મોત, હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે, 42 કલાકથી બચાવ કાર્ય ચાલુ

ભિવંડીમાં બિલ્ડીંગ ધરાશાયી આજે ફરી એકના મોતના સમાચાર આવ્યા છે અને તેની સાથે જ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. આ સાથે જ કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

Bhiwandi Building Collapse: ઇમારત ધરાશાયી થવામા અત્યાર સુધીમાં 7ના મોત, હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે, 42 કલાકથી બચાવ કાર્ય ચાલુ
Bhiwandi building collapse Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:56 AM
Share

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા 42 કલાકથી NDRFની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. આજે ફરી એક વ્યક્તિના મોતના સમાચાર આવ્યા છે. તેની સાથે આ અકસ્માતમાં મૃત્યું આંક વધીને સાતનો થયો છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. જેને લઈને તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ રખાયું છે.

આપને જણાવી દઈએ કે ઈમારત ધરાશાયી થવાની ઘટના ગત શનિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. ત્રણ માળની ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં કામ કરતા 15 મજૂરો સિવાય ચાર પરિવારના બે ડઝનથી વધુ સભ્યો હાજર હતા. અકસ્માત બાદ આ તમામ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Bhiwandi Building Collapse: 20 કલાક બાદ કાટમાળમાંથી 10 લોકોને જીવિત બહાર કઢાયા, અત્યાર સુધીમાં 6ના મોત

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. આ પછી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા 14 લોકોને જીવતા બચાવ્યા હતા. જોકે ગઈકાલ સવાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે સવારે બચાવ કાર્યમાં જોડાયેલા NDRF અધિકારીઓએ જણાવ્યું કે, ઘણો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ સાત લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આથી બચાવ ટીમો જેસીબી અને અન્ય પ્રકારે કાટમાળ હટાવવાનું કામ કરી કરાયુ હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">