AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhiwandi Building Collapse: 20 કલાક બાદ કાટમાળમાંથી 10 લોકોને જીવિત બહાર કઢાયા, અત્યાર સુધીમાં 6ના મોત

મહારાષ્ટ્રના ભિવંડી બિલ્ડિંગ દુર્ઘટનામાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 14 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે છ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે.

Bhiwandi Building Collapse: 20 કલાક બાદ કાટમાળમાંથી 10 લોકોને જીવિત બહાર કઢાયા, અત્યાર સુધીમાં 6ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 6:01 PM
Share

Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં બિલ્ડિંગ દુર્ઘટનાના 20 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ કાટમાળની અંદર દટાયેલાઓને શોધી રહી છે. રવિવારે સવારે આઠ વાગ્યે NDRFએ કાટમાળમાં ફસાયેલા સુનીલ બાલુને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. એવી આશંકા છે કે કાટમાળની અંદર હજુ પણ સાત લોકો દટાયેલા હોઈ શકે છે. તેમને બહાર કાઢવા માટે બચાવ ટીમ ઝડપથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ, ટીડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ અત્યાર સુધીમાં 14 લોકોને બચાવ્યા છે. જ્યારે છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.

સ્થાનિક જિલ્લા પ્રશાસનની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે પણ અકસ્માત બાદ બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. જણાવી દઈએ કે આ ઘટના શનિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. ત્રણ માળની ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં કામ કરતા 15 મજૂરો સિવાય ચાર પરિવારના બે ડઝનથી વધુ સભ્યો હાજર હતા. અકસ્માત બાદ આ તમામ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. આ પછી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા 14 લોકોને જીવતા બચાવ્યા હતા. જોકે આ દરમિયાન ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે. રવિવારે સવારે બચાવ કાર્યમાં જોડાયેલા NDRF અધિકારીઓએ જણાવ્યું કે ઘણો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ સાત લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આથી બચાવ ટીમો જેસીબી અને હાથ વડે કાટમાળ હટાવવાનું કામ કરી રહી છે.

આ ટીમોનો પ્રયાસ અંદર ફસાયેલા તમામ લોકોને જીવતા બચાવવાનો છે. બીજી તરફ, દુર્ઘટનાની માહિતી મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી. તમામ મૃતકો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયા આપવાનો આદેશ આપતાં તેમણે તમામ ઘાયલોને સરકારી ખર્ચે સારવાર આપવા જણાવ્યું છે. તેઓ પોતે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં ઘાયલોની ખબર-અંતર પૂછ્યું હતું.

આ પણ વાંચો : Maharashtra APMC Election Result: બીજેપી મહારાષ્ટ્રની નંબર 1 પાર્ટી બની , પરંતુ જો MVA સંગઠિત રહેશે તો આગળ ખતરાની ઘંટડી !

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ભિવંડી ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. આ પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્ક્યુ ટીમ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મામલો ઘણો મોટો હોવાથી જિલ્લા પ્રશાસને NDRFની ટીમોને પણ બોલાવી હતી. હાલ ઘટના સ્થળે 20 TDRF અને 35 NDRF જવાનો કાર્યરત છે. એ જ રીતે ઘાયલોને બચાવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે ભિવંડી ફાયર વિભાગની 11 એમ્બ્યુલન્સ અને એક વાહન તૈનાત કરવામાં આવ્યું છે. સાથે જ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">