AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોટી નામર્દ, બિગડે નવાબ, નન્હે પટોલે…. મહારાષ્ટ્રમાં આ લોકો કોણ છે? અમૃતા ફડણવીસે સેટ કર્યું 100 માર્કસનું પ્રશ્નપત્ર

અમૃતા ફડણવીસે તેમના ટ્વીટમાં નોટી નામર્દ, બિગડે નવાબ, નન્હે પટોલે જેવા નામોથી એકવાર ફરી મહાવિકાસ અઘાડી સરકાર સાથે જોડાયેલા નેતાઓને ટાર્ગેટ કર્યા છે.

નોટી નામર્દ, બિગડે નવાબ, નન્હે પટોલે.... મહારાષ્ટ્રમાં આ લોકો કોણ છે? અમૃતા ફડણવીસે સેટ કર્યું 100 માર્કસનું પ્રશ્નપત્ર
Amrita Fadnavis (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:05 PM
Share

મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની (Devendra Fadnavis) પત્ની અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક ટ્વિટ કરીને તે ઠાકરે સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક પર પ્રહાર કરે છે તો ક્યારેક શિવસેનાના સાંસદ સંજય રાઉત પર. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પણ તેમના હુમલાથી બચી શક્યા નથી. મહા વિકાસ અઘાડીની મહિલા નેતાઓ સાથે તેમનું ટ્વિટર યુદ્ધ અવારનવાર સમાચારોમાં રહે છે. ફરી એકવાર તેમણે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે આ ત્રણ મોટા નેતાઓ પર નિશાન સાધ્યું છે. જોકે તેમણે પોતાના આ ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી. પરંતુ ટ્વીટના અર્થથી સ્પષ્ટ છે કે નાના, નવાબ અને રાઉત તેમના નિશાના પર છે.

અમૃતા ફડણવીસે પોતાના ટ્વીટમાં તેમને નોટી નામર્દ, બિગડે નવાબ, નન્હે પટોલે જેવા નામોથી બોલાવ્યા છે. આ ટ્વીટમાં અમૃતા ફડણવીસ એક શિક્ષકની ભૂમિકામાં છે. જેમાં તેમણે આ નામો આપીને તેમની ઓળખ કરવા અને તે ઓળખના આધારે ખાલી જગ્યાઓ ભરવા જણાવ્યું છે. અમૃતા ફડણવીસ દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નપત્રમાં માર્કિંગ અને ગ્રેડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે પોતાનું આ પ્રશ્ન પત્ર 100 માર્કનું તૈયાર કર્યું છે.

અમૃતા ફડણવીસનું 100 માર્કનું પ્રશ્નપત્ર

100 ગુણના પ્રશ્નપત્રમાં આપેલા શબ્દો, કરી રહ્યા છે નિશબ્દ

અમૃતા ફડણવીસે પોતાના આ પ્રશ્નપત્રમાં 50-50 ગુણના પ્રશ્નોના બે સેટ તૈયાર કર્યા છે. પ્રશ્નપત્રની ઉપર લખેલું છે – ‘ટૂંકમાં જવાબ આપો – 50 ગુણ’. આ પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, ‘નોટી નામર્દ, બગડેલા નવાબ, નન્હે પટોલે – આ ટોળું ક્યાંથી મળી શકે?’ આ પછી પ્રશ્નોનો આગળનો સેટ છે- ‘ખાલી જગ્યાઓ ભરો- 50 ગુણ.’ આમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પ્રશ્ન છે. ….. દારૂ નથી હોતો ! હરામખોર એટલે….. અને સાંભળવા આવ્યું છે કે….નામર્દ છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

નોટી, નામર્દ, આઈટમ ગર્લ – આવા જ શબ્દો મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ચાલી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના રાજકારણમાં નોટી, નામર્દ જેવા શબ્દો ચાલી રહ્યા છે. સંજય રાઉતે સીએમ પર ટિપ્પણી કરનારાઓને નામર્દ કહ્યા હતા. તો ભાજપના નેતા પૂનમ મહાજને સંજય રાઉતને સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનનું કાર્ટૂન પ્રદર્શિત કરવા બદલ નામર્દ વ્યક્તિ કહ્યા હતા. મલિકે હમણાં બે દિવસ પહેલા કિરીટ સોમૈયાને ભાજપના આઈટમ ગર્લ પણ કહી દીધા હતા. પીએમ મોદી પર આકરા પ્રહારો કરવા બદલ નાના પટોલે પણ બીજેપીના નિશાના પર છે. આ તમામ પૃષ્ઠભૂમિમાં અમૃતા ફડણવીસનું આ ટ્વિટ આવ્યું છે.

નવાબ, પટોલેએ ન કરી કોમેન્ટ, મહીલા નેતાઓએ આપ્યા આ સ્ટેટમેન્ટ

નાના પટોલેએ આ સમગ્ર મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરતા કહ્યું કે અમૃતા ફડણવીસ રાજ્યની વહુ દીકરી છે. હું તેમના પર કંઈ કહીશ નહીં. નવાબ મલિકે ટ્વીટની ભાષાને નબળી ગણાવી પરંતુ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, ‘મહીલાને જવાબ નહીં આપું.’ શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે અમૃતા ફડણવીસે મુખ્યમંત્રીનો વર્ષા બંગલો છોડવો પડ્યો, તેથી તેમનું ફ્રસ્ટ્રેશન બહાર આવી રહ્યું છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે જાહેર જીવનમાં કંઈ પણ લખતી – બોલતી વખતે ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો :  હટકે બેનર : ચૂંટણી લડવા માટે જરૂર છે શ્રીમતીજીની ! મહારાષ્ટ્ર મહાનગર પાલિકા ચૂંટણીનું એક બેનર બન્યુ ચર્ચાનો વિષય

g clip-path="url(#clip0_868_265)">