હટકે બેનર : ચૂંટણી લડવા માટે જરૂર છે શ્રીમતીજીની ! મહારાષ્ટ્ર મહાનગર પાલિકા ચૂંટણીનું એક બેનર બન્યુ ચર્ચાનો વિષય
આ વ્યક્તિએ તેના બેનરમાં લખ્યુ છે કે, તેને શ્રીમતી જોઈએ છે જે તેમની ઉમેદવારી લેશે. તેઓ તેમના બદલે મ્યુનિસિપલ ચૂંટણી લડે તેવી પત્ની ઈચ્છે છે.
Maharashtra : એક તરફ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ જિલ્લા, નગરપાલિકાઓની ચૂંટણીઓની તડામાર તૈયારી થઈ રહી છે. ત્યારે ઔરંગાબાદમાં પણ આ ચૂંટણી (Aurangabad Municipal Election) યોજાવા જઈ રહી છે. અહીં નગરપાલિકાની ચૂંટણીનો (Election) માહોલ છે. દરેક ઉમેદવાર પોતાની જીતના સમીકરણો તૈયાર કરી રહ્યા છે. દરેક જણ પોતાની ઉમેદવારી માટે શ્રેષ્ઠ રીતે પ્રયાસ કરી રહ્યા છે.
શ્રીમતી જોઈએ છે…..!
આવા સંજોગોમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર કેટલાક અલગ-અલગ કારણોને લઇને ચર્ચામાં આવી રહ્યા છે. જેમાં એક વ્યક્તિએ તેના બેનરમાં લખ્યુ છે કે, તેને શ્રીમતી જોઈએ છે જે તેમની ઉમેદવારી લેશે. તેઓ તેમના બદલે મ્યુનિસિપલ ચૂંટણી લડે તેવી પત્ની ઈચ્છે છે. આ માટે તેણે શહેરમાં ઠેર-ઠેર બેનર પણ લગાવ્યા છે.
આ બેનર લગાવનાર વ્યક્તિ પોતે ચૂંટણી લડવા ઈચ્છતો હતો. પરંતુ તેના બાળકોને કારણે તેઓ હાલમાં થોડા વ્યસ્ત છે. તેથી જ તેઓ ચૂંટણી લડવા માટે પત્નીની શોધમાં છે. તેની જાહેરાત કરતી વખતે તેણે શહેરભરમાં બેનરો લગાવી દીધા છે. આ મેસેજ બેનરમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યો છે, ‘ઉમેદવારને ચૂંટણી લડવા માટે પત્નીની જરૂર છે’ આ વ્યક્તિનું નામ છે રમેશ વિનાયકરાવ પાટીલ. સમગ્ર મહારાષ્ટ્રમાં આ પોસ્ટરની ચર્ચા થઈ રહી છે.
શહેરભરમાં બેનર લગાવવામા આવ્યા
આ વ્યક્તિની ઉમેદવારી ન છોડવાની રીત પણ અદ્ભુત છે. જાતે ચૂંટણી ન લડો અને ઉમેદવારી પણ છોડશો નહીં. એટલા માટે તેમને તેમના વતી ચૂંટણી લડવા માટે પત્નીની જરૂર છે.તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેણે આખા શહેરમાં આ બેનરો લગાવ્યા છે. આ બેનરમાં વિગતવાર લખવામાં આવ્યું છે કે તેમને કેવા પ્રકારની પત્ની જોઈએ છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે 25 થી 40 વર્ષની પત્નીની જરૂર છે. તેમાં લખ્યું છે કે અપરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ કોઈપણ જાતિની હોવી જોઈએ, પરંતુ મહિલાને બેથી વધુ બાળકો ન હોવા જોઈએ.
આ પણ વાંચો : નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર