મુંબઈમાં ‘સ્પેશ્યિલ 26’ જેવો કાંડ, નક્લી ક્રાઈમ બ્રાંચ બની, રેડ બતાવી કાફે માલિકના ઘરમાંથી 25 લાખની ચલાવી લૂંટ
મુંબઈમાં ફિલ્મ ‘Special 26’ જેવી ઘટના સામે આવી છે. અહીં 6 બદમાશ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ બની મશહુર કાફે માલિકના ઘરમાં ઘુસ્યા અને 25 લાખ કેશ લૂંટી ફરાર થઈ ગયા. ભોગ બનનાર કાફે માલિકને શંકા જતા તેમણે નજીકના પોલીસ સ્ટેશન જઈ માહિતી મેળવી તો સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે પીડિતની ફરિયાદ લઈ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
મુંબઈમાં પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરીને 6 લોકો પ્રખ્યાત કેફે માલિકના ઘરમાં ઘૂસી ગયા અને 25 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. ક્રાઈમ બ્રાંચના હોવાનો દાવો કરતા છ લોકો મુંબઈના સાયન વિસ્તારમાં આવેલા એક કેફે માલિકના ઘરમાં ઘુસ્યા હતા. 25 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હોવાનો કાફે માલિકે આક્ષેપ કર્યો છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. પોલીસે તેમાંથી ચાર લોકોની ધરપકડ કરી છે.
એજન્સી અનુસાર, શહેરના માટુંગા વિસ્તારમાં એક લોકપ્રિય કેફે ચલાવતા એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, મંગળવારે સાયન હોસ્પિટલ નજીક છ લોકો તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના છે. ફરિયાદમાં કાફે માલિકે જણાવ્યું હતું કે અમે ચૂંટણી ફરજ પર છીએ. માહિતી મળી છે કે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તમારા ઘરમાં પૈસા રાખવામાં આવ્યા છે.
મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણા માટે પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. તેના પર કાફે માલિકે કહ્યું કે અમારી પાસે ફૂડ બિઝનેસમાંથી માત્ર 25 લાખ રૂપિયા રોકડા છે અને આ પૈસાને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ પછી, તમામ છ આરોપીઓ તે 25 લાખ રૂપિયા લઈ ગયા અને કાફે માલિકને કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાલ્યા ગયા.
કાફે માલિકે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા નક્લી ક્રાઈમબ્રાંચનો થયો પર્દાફાશ
આ પછી કેફે માલિકે સાયન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે કોઈ પોલીસકર્મી તેના ઘરે ગયો નથી. કાફે માલિકની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ પોલીસે છમાંથી ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ ગુનામાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા છે.
આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, વલસાડ અને ડાંગમાં મોસમનો માર, કેરીના પાકને પારાવાર નુકસાન- Video