AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીના રોજ કેમ ઉજવવામાં આવે છે, જાણો કારણ

ફેબ્રુઆરીનો મહિનો એટલે પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં લોકો પ્રેમના રંગમાં ડુબેલા જોવા મળતા હોય છે કારણ કે, 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન ડે વીકની શરુઆત થાય છે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે, 14 ફેબ્રુઆરીના રોજ કેમ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે.

શું તમને ખબર છે વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીના રોજ કેમ ઉજવવામાં આવે છે, જાણો કારણ
| Updated on: Feb 14, 2024 | 1:34 PM
Share

ફેબ્રુઆરીનો મહિનો કેમ ખાસ હોય છે. એક તો આ મહિનાથી ઋતુ પણ બદલવા લાગે છે અને બીજું આ મહિનો પ્રેમ કરનારા લોકો માટે ખુબ જ ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓ પ્રેમના રંગમાં રંગાઈ જાય છે. 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરુ થાય છે અને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ વીક લોકો અલગ અલગ ડેની ઉજવણી પણ કરતા હોય છે.

વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ

દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે અને આ તારીખ સૌ કોઈને યાદ હોય છે. તો તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે. વેલેન્ટાઈન ડે માટે ફેબ્રઆરીની 14 તારીખ જ કેમ રાખવામાં આવી છે આની પાછળ કારણ શું છે. જો તમે પણ આની પાછળનો ઈતિહાસ જાણવા માંગો છો તો આજે અમે તમને જણાવીશું.

વેલેન્ટાઈન ડે વીક

  1. રોઝ ડે – 7 ફેબ્રુઆરી
  2. પ્રપોઝ ડે – 8 ફેબ્રુઆરી
  3. ચોકલેટ ડે – 9 ફેબ્રુઆરી
  4. ટેડી ડે – 10 ફેબ્રુઆરી
  5. પ્રોમિસ ડે – 11 ફેબ્રુઆરી
  6. હગ ડે – 12 ફેબ્રુઆરી
  7. કિસ ડે – 13 ફેબ્રુઆરી
  8. વેલેન્ટાઈન ડે – 14 ફેબ્રુઆરી

સૈનિકો પ્રેમમાં પડે તો તેની સેના નબળી પડે

વેલેન્ટાઈન ડેની ઉજવણીનો ઈતિહાસ રોમના સંત વેલેન્ટાઈન સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે રોમન રાજા ક્લાઉડિયસ પ્રેમની સખત વિરુદ્ધ હતા. તે માનતા હતો કે જો તેના સૈનિકો પ્રેમમાં પડે તો તેની સેના નબળી પડી શકે છે. પરંતુ તેના વિરુદ્ધ સંત વેલેન્ટાઈન પ્રેમનો પ્રચાર કરી રહ્યા હતા. તેમણે શાસકોની વિરુદ્ધ જઈ અનેક લોકોના લગ્ન કરાવ્યા હતા. આ કારણે તેમને ફાંસીની સજા પણ થઈ હતી.

તેમને જે દિવસે ફાંસી આપવામાં આવી તે દિવસે 14 ફેબ્રુઆરીનો દિવસ હતો. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવવાની પ્રથા શરુ થઈ હતી.

આ પણ વાંચો : લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું

g clip-path="url(#clip0_868_265)">