AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2026 : શું પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે? જાણો

Pakistan Republic Day History : ભારતમાં ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના દિવસે મનાવવામા આવે છે પરંચુ પાકિસ્તાનમાં કેમ 23મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. ચાલો આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

Republic Day 2026 : શું પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે? જાણો
| Updated on: Jan 25, 2026 | 10:44 AM
Share

ભારતમાં આ વર્ષે 26મી જાન્યુઆરીના રોજ 77મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ગણતંત્ર દિવસનું આકર્ષણ માત્ર કતર્વ્ય પથથી નીકળનારી પરેડ સુધી સમીત નથી. આ દિવસે સેનાની તાકાતની સાથે લોકતંત્ર પણ જોવા મળે છે. 26 જાન્યુઆરી 1950ના દેશનું સંવિધાન લાગું થયું હતુ.આ માટે આ દિવસ સંવૈધાનિક મુલ્યો,ન્યાય,સ્વતંત્રતા, સમાનતા તેમજ સૈન્ય ક્ષમતાનું પ્રતિક પણ છે. સંવિધાન લાગુ થવાની સાથે ગણતંત્ર દિવસની તારીખ 26મી જાન્યુઆરી નક્કી થઈ હતી પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં 23 માર્ચના રોજ ગણતંત્ર દિવસ મનાવવાની પરંપરા શરુ થઈ છે.

પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસ મનાવવાના 2 કારણ છે. પહેલું કારણ આ દિવસે મુસ્લિમ રાષ્ટ્રનો પાયો નખાયો હતો, અને બીજું, પાકિસ્તાને તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું હતું. હવે, પ્રશ્ન એ છે કે, આ તારીખ માટે 23 માર્ચ શા માટે પસંદ કરવામાં આવી?

પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ 23 માર્ચ કેમ છે?

23 માર્ચ 1940ના રોજ લાહૌરમાં એક સંમેલનમાં પાકિસ્તાનના સંસ્થાપક કહેવાતા મોહમ્મદ અલી જિન્નાએ એક અલગ મુસ્લિમ રાજ્યની માંગ કરી હતી, જિન્નાના નેતૃત્વ વાળી અખિલ ભારતીય મુસ્લિમ લીગની કાર્યકારી સમીતિએ લાહૌર ઠરાવ પસાર કર્યો, જે પાછળથી પાકિસ્તાનના નિર્માણ (1947)નો પાયો બન્યો.

ભાગલા પછી, 15 ઓગસ્ટ, 1947 ના રોજ જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. સત્તા બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્ટબેટનને સોંપવામાં આવી. માઉન્ટબેટન યોજના હેઠળ, ભારત અને પાકિસ્તાનના વિભાજનથી બંને દેશોને ડોમિનિયનનો દરજ્જો મળ્યો. 1971માં ઇસ્લામાબાદથી આઝાદી મળ્યા પછી, પાકિસ્તાનનો પૂર્વી ભાગ બાંગ્લાદેશ બન્યો.

લાહૌર પ્રસ્તાવના 16 વર્ષ પછી 1956માં પાકિસ્તાનને અધિકારિક તરીકે પોતાનું પહેલું સંવિધાન અપનાવ્યું હતુ. જેનાથી પાકિસ્તાન એક ડોમિનિયનથી ગણતંત્ર દેશ બન્યો. આ રીતે અધિકારિક રીતે ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન જાહેર કરવામાં આવ્યો આ દિવસને ગણતંત્ર દિવસ જાહેર કરવામા આવ્યો હતો.જોકે, આ બંધારણ 1958માં રદ કરવામાં આવ્યું હતું અને લશ્કરી કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1962માં તેને નવા બંધારણ દ્વારા બદલવામાં આવ્યું હતું. પાકિસ્તાનનું વર્તમાન બંધારણ, તેની ત્રીજી આવૃત્તિ, 1973માં અમલમાં મૂકવામાં આવ્યું હતું અને ત્યારથી તેમાં ઘણી વખત સુધારા કરવામાં આવ્યા છે.

આ દિવસે પાકિસ્તાનમાં શું-શું થાય છે?

23 માર્ચ પાકિસ્તાનના ઈતિહાસમાં મહત્વપૂર્ણ તારીખ છે. આ દિવસે પાકિસ્તાનમાં મુસ્લિમ દેશની વિચારધારનો પાયો નખાયો હતો. અલગ દેશની માંગ પણ કરવામાં આવી હતી. વર્ષ ભલે અલગ હતુ પરંતુ પહેલું સંવિધાન લાગુ કરવા માટે આ તારીખ પસંદ કરવામાં આવી હતી. સંવિધાન લાગુ થતા આ દેશ ગણરાજ્ય બન્યું હતુ. પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસના દિવસે ઈસ્લામાબાદમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. દેશભરમાં સમારોહ આયોજિત થાય છે. તેમજ સરકારી ઓફિસમાં રજા રહે છે.

ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અહી ક્લિક કરો

મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ, વિકાસકાર્યોનું લોકાર્પણ
મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ, વિકાસકાર્યોનું લોકાર્પણ
હિમાચલ - જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, અનેક રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
હિમાચલ - જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, અનેક રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
g clip-path="url(#clip0_868_265)">