Char Dham Yatra 2023 Registration: રજીસ્ટ્રેશન વગર નહીં કરી શકો Chardham Yatraના દર્શન, જો નથી કર્યું રજીસ્ટ્રેશન તો આ રીતે કરો અરજી

ચારધામ યાત્રા (Chardham Yatra) માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ગત વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ, વહીવટીતંત્ર દ્વારા ચારધામમાં દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Char Dham Yatra 2023 Registration: રજીસ્ટ્રેશન વગર નહીં કરી શકો Chardham Yatraના દર્શન, જો નથી કર્યું રજીસ્ટ્રેશન તો આ રીતે કરો અરજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:26 PM

ચારધામ યાત્રા માટે ઉતરાખંડ પર્યટન વિભાગના પોર્ટલ પરથી ભક્તોની સુવિધા માટે યાત્રા શરૂ થવાના બે મહિના અગાઉથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ 25 એપ્રિલ અને 27 એપ્રિલે ખુલશે. કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજીસ્ટ્રેશનની આ પ્રક્રિયા ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ યાત્રા માટે સૌથી વધુ 5.97 લાખ રજીસ્ટ્રેશન થયા છે.

કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. પ્રવાસ માટે રજીસ્ટ્રશન ચાલુ છે. રજીસ્ટ્રેશન વગર ટિકિટ ઉપલબ્ધ થશે નહીં.

આ રીતે કરાવો નોંધણી

  •  ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઘણા વિકલ્પો છે
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારી પાસે ચાર વિકલ્પો છે.

આ પણ વાંચો : IRCTC 31 માર્ચથી સસ્તામાં આ ખાસ ટૂર શરૂ કરવા જઈ રહી છે, તમને મળશે આ ખાસ સુવિધાઓ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

જો તમે વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમારે registrationandtouristcare.uk.gov.in પર જવું પડશે. આ પછી તમે રજિસ્ટર/લોગિન પર જઈને અને નામ, ફોન નંબર સહિત અન્ય માહિતી આપીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સએપ

તમે ટેક્સ મેસેજ અથવા વોટ્સએપ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમારે Yatra ટાઈપ કરીને મોબાઈલ નંબર +918394833833 પર મોકલવાનું રહેશે.

તમે ટોલ ફ્રી નંબર: 01351364 દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

તમે એપ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો

આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ નામની એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તમે આના દ્વારા પ્રવાસ માટે રજીસ્ટ્રેશન પણ કરી શકો છો.

તમે ઑફલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો

આ માટે તમે ઑફલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમારે સોનભદ્ર પહોંચ્યા પછી ઑફલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી સ્લોટના આધારે તમને દર્શનની તારીખ મળે છે.

કેદારનાથ જવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે?

કેદારનાથ જવા માટે તમારે આધાર કાર્ડ, ફોટો અને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડશે.

મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે

સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશનની સાથે મુસાફરોએ મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડશે. સરકારે લોકોને રજીસ્ટ્રેશન કરતી વખતે સાચો મોબાઈલ નંબર દાખલ કરવાની અપીલ કરી છે. ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ચાર ધામની મુલાકાત લેવા માટે દરેક મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન છે. જો યાત્રીઓ પોતાના વાહનમાં જઈ રહ્યા હોય તો તેમણે પણ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">