IRCTC Tour Package : IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન
જો તમારો પણ ચાર ધામ જવાનો પ્લાન છે, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને 4 ધામની મુલાકાત લેવાની તક મળી રહી છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આઝાદી કા અમૃત મહોત્સવ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ચાર ધામ યાત્રાનું આયોજન કરી રહી છે. આ પેકેજ દ્વારા તમને હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, બરકોટ, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી અને સોનપ્રયાગની મુલાકાત લેવાની તક મળશે. IRCTC એ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. 11 રાત અને 12 દિવસના આ ટૂર પેકેજ માટે પ્રવાસીઓએ 51,111 રૂપિયા ખર્ચવા પડશે. આ પેકેજની યાત્રા મુંબઈથી શરૂ થશે.
આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાવા-પીવાની વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે. નાસ્તો અને રાત્રિભોજન IRCTC દ્વારા આપવામાં આવશે.
કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે
ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો શંખ નાદ વાગી ચૂક્યો છે. આ માટે રાજ્ય સરકાર અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે. આ સિવાય બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે. આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે સવારે 7.10 કલાકે ખોલવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે.
Embark on the journey to the land of Gods with #IRCTC. With our best #Chardhamyatra tour packages, you can visit all four shrines hassle-free and in a very well-scheduled manner. Book : https://t.co/Snk8n3P47r@AmritMahotsav @incredibleindia @tourismgoi #bharatparv23 #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) February 3, 2023
ટુર પેકેજ કેટલું છે
ટુર પૅકેજની કિંમતની વાત કરીએ તો, જો તમે આ ટ્રિપ પર એકલા જવાના છો, તો તેના માટે તમારે 69,111 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે 2 લોકો સાથે પ્રતિ વ્યક્તિ ભાડું 52,111 રૂપિયા છે. આ સિવાય 3 લોકો સાથે મુસાફરી કરવા માટે પ્રતિ વ્યક્તિ 51,111 રૂપિયાનો ખર્ચ થશે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 45,111 રૂપિયા અને બેડ વગર 37,511 રૂપિયા છે. બેડ વગરના 2 થી 11 વર્ષના બાળક માટે 13,511 રૂપિયાનો ચાર્જ છે.
આ ટૂર પેકેજ વિશે વધારાની માહિતી માટે તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જઈ શકો છો. આ ઉપરાંત આ ટૂર પેકેજનું બુકિંગ કાર્યાલયની મુલાકાત લઈને પણ કરી શકાય છે. બુકિંગ સમયે, તમારે ટૂર પેકેજ માટે ચૂકવણી કરવા સાથે તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે.