AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day 2023 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર IRCTC લાવ્યું ગોવા ટૂર પેકેજ, ઓછા પૈસામાં કરો મુસાફરી

મહિલા દિવસ 2023 દર વર્ષની જેમ આ વખતે પણ 8મી માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ખાસ અવસર પર IRCTCએ એક ખાસ ટૂર પેકેજની જાહેરાત કરી છે. જેના દ્વારા તમે ગોવાની મુલાકાત લઈ શકશો. તો ચાલો જાણીએ આ પેકેજ સંબંધિત તમામ માહિતી

Women’s Day 2023 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર IRCTC લાવ્યું ગોવા ટૂર પેકેજ, ઓછા પૈસામાં કરો મુસાફરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 1:34 PM
Share

ઓફિસ અને કામના થાકથી દૂર, લોકો તેમના મગજને ફ્રેશ કરવા માટે ઘણી વાર દૂર ક્યાંક રજાઓ પર જતા હોય છે. આવી સ્થિતિમાં, ભારતીય રેલવે લોકોને દેશ-વિદેશમાં મુસાફરી કરી શકે તે હેતુથી દરરોજ કેટલાક નવા ટૂર પેકેજની જાહેરાત કરતી રહે છે.  ત્યારે થોડા દિવસોમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, IRCTC એ એક નવા ટૂર પેકેજની જાહેરાત કરી છે. દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર IRCTC હવે તમને ગોવાની મુલાકાત લેવાની તક આપી રહ્યું છે. તો ચાલો જાણીએ આ ખાસ ટૂર પેકેજ સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો

આ દિવસે પ્રવાસ શરૂ થશે

વુમન્સ ડે સ્પેશિયલ ગોવા ડિલાઇટ  નામનું આ ટૂર પેકેજ 7મી માર્ચથી શરૂ થશે. આ પ્રવાસ હેઠળ, તમને ચાર રાત અને પાંચ દિવસમાં ગોવાની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજ દ્વારા, તમે ગોવાના સુંદર દરિયાકિનારા, ભવ્ય સંસ્કૃતિ અને સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશો. આ સફર પર જવા માટે, તમને ઓડિશાના ભુવનેશ્વરથી ફ્લાઇટ મળશે અને પછી તમારી ટૂર અહીંથી શરૂ થશે.

આ પણ વાંચો : ઉનાળામાં Shimla-Manaliની સુંદર વાદીઓની મુલાકાત લેવા માંગો છો? IRCTC લાવ્યું આ શાનદાર ટૂર પેકેજ, જાણો કેટલો ખર્ચ થશે

પ્રવાસનું શિડ્યુલ આ પ્રકારનું રહેશે

આ ટૂર પેકેજ હેઠળ ગોવાની મુલાકાત લેવા માટે તમારે 7મી માર્ચે બુકિંગ કરવાનું રહેશે. આ પછી, ગોવા જવા માટે, તમને ભુવનેશ્વરથી ફ્લાઈટ મળશે, જે તમને ગોવા લઈ જશે. આ પછી, હોટેલમાં ચેક ઇન કર્યા પછી, તમે ગોવાના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો. આ પ્રવાસ હેઠળ, તમને સુંદર દરિયાકિનારા, અરવેલમ ગુફાઓ અને ધોધ, રીસ મેગોસ કિલ્લો વગેરે જોવા મળશે.

ભાડું કેટલું હશે

ભાડાની વાત કરીએ તો, આ સંપૂર્ણ ટૂર પેકેજ માટે બે લોકોએ 25745 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રણ લોકોએ 24615 રૂપિયા ચૂકવવા પડશે. આ રૂપિયાના ભાડામાં ભુવનેશ્વરથી ગોવાની ફ્લાઈટ ટિકિટ, ગોવામાં હોટેલમાં ચાર રાત રોકાણ, ચાર વખત નાસ્તો અને રાત્રિભોજન, મંડોવી નદીની ક્રૂઝ ટિકિટ, ગાઈડની સુવિધા વગેરે આપવામાં આવશે. આ ટૂર પૅકેજ સંબંધિત તમામ જરૂરી માહિતી અને બુકિંગ માટે, તમે IRCTC અથવા IRCTC ઑફિસની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">