AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની ખેલાડી માનસી જોશીને મળી ખાસ ભેટ

પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ હાલમાં જ સ્પેનમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની ખેલાડી માનસી જોશીને મળી ખાસ ભેટ
Manasi Joshi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 12:18 AM
Share

8 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે ગુજરાતની સ્ટાર પેરા એથલિટ માનસી જોશીને (Manasi Joshi) સુંદર ભેટ મળી હતી. પેરા એથલેટીક્સમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાત સહિત ભારતમાં નામનો ડંકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વગાડનાર માનસી જોશી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે (International Women’s Day) મહિલા કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 પર પહોંચી ગઇ છે. આ સ્થાન પર પહોંચવા માટે દરેક ખેલાડી તનતોડ મહેનત કરતા હોય છે. ત્યારે માનસી જોશીની મહેનત રંગ લાવી છે.

તમને જણાવી દઇએ કે હાલમાં જ સ્પેનમાં રમાયેલ સ્પેનિશ પૈરા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ 2022 (Spanish Para Badminton International 2022) માં ગુજરાતની માનસી જોશીએ શાનદાર પ્રદર્શન કરતા એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. આ ટુર્નામેન્ટમાં સિગલ્સ કેટેગરીમાં ગોલ્ડ, મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. માનસી જોશી હાલ પેરા બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન પણ છે.

Manasi Joshi

મહત્વનું છે કે માનસી જોશીએ રેન્કિંગમાં ગુજરાતની જ પારૂલ પરમારને પછાડીને પહેલું સ્થાન મળવ્યું છે. તો માનસી જોશીની સિદ્ધિની વાત કરીએ તો તેને વર્ષ 2020 માં TIME મેગેઝીનના એશિયા એડિશનના કવર પેજમાં સ્થાન મળ્યું છે. આવી સિદ્ધિ મેળવનાર માનસી જોશી વિશ્વની પહેલી પેરા એથલીટ અને ભારતની અને ગુજરાતની પહેલી ખેલાડી બની છે.

માનસી જોશીની કારકિર્દીની વાત કરીએ તો તેણે વર્ષ 2015 માં પેરા એથલિટ તરીકે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. 4.5 વર્ષની અથાગ મહેનત બાદ તે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેને મહિલા કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 સુધી પહોંચતા 6.5 વર્ષ લાગ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: બેંગ્લોરની ટીમ 12 માર્ચે સુકાની સાથે ટીમની નવી જર્સી લોન્ચ કરવા તૈયાર

આ પણ વાંચો : વિરાટ કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તેને લાગે છે કે તે રાજા છેઃ પ્રદીપ સાંગવાન

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">