IRCTC Tour Package: માત્ર 20 હજારમાં મહારાષ્ટ્રની મુસાફરી કરો, IRCTC લાવ્યું સસ્તું ટુર પેકેજ
IRCTC Tour Package 'મેજેસ્ટિક મહારાષ્ટ્ર એક્સ હૈદરાબાદ' એર પેકેજ હૈદરાબાદથી શરૂ થશે. ચાલો જાણીએ આ ટૂર પેકેજ સંબંધિત મહત્વની વિગતો.
જો તમે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રની મુલાકાત લેવા માંગો છો, તો IRCTC તમારા માટે એક પેકેજ લઈને આવ્યું છે. IRCTC ‘મેજેસ્ટિક મહારાષ્ટ્ર એક્સ હૈદરાબાદ’ નામનું ખૂબ જ સસ્તું એર ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. આ સમગ્ર યાત્રા 3 રાત અને 4 દિવસની હશે. IRCTCએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ એર ટૂર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હૈદરાબાદથી શરૂ થશે. આ પેકેજ દ્વારા તમને શિરડી, નાસિક, ઔરંગાબાદ અને ઈલોરાની મુલાકાત લેવાની તક મળશે.
તમારે આ પેકેજમાં ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. નાસ્તા અને રાત્રિ ભોજનની સુવિધા ઉપલબ્ધ રહેશે. પેકેજ 20,900 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે. જેમાં ફ્લાઇટ ટિકિટ, હોટેલ, ફૂડ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વગેરે લગભગ જરૂરી દરેક વસ્તુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર
Discover the spirituality, ancient history, and rich heritage of different sites of Maharashtra in #irctc‘s #tour #package. Book today, few seats left. https://t.co/orQn0BcbfM
— IRCTC (@IRCTCofficial) March 10, 2023
ટૂર પેકેજ હાઇલાઇટ્સ
- પેકેજનું નામ – મેજેસ્ટીક મહારાષ્ટ્ર એક્સ હૈદરાબાદ (SHA45)
- આવરી લેવાયેલ સ્થળો – શિરડી, નાસિક, ઔરંગાબાદ અને ઈલોરા
- પ્રવાસનો સમયગાળો – 3 રાત અને 4 દિવસ
- પ્રસ્થાન તારીખ – એપ્રિલ 6, 2023
- ભોજન – નાસ્તો અને રાત્રિ ભોજન
- મુસાફરી મોડ – ફ્લાઇટ
પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે
ટૂર પેકેજ માટે અલગ-અલગ ભાવ હશે. આ મુસાફર દ્વારા પસંદ કરાયેલ ઓક્યુપન્સી અનુસાર હશે. જો તમે આ ટૂર પેકેજ તમારા માટે બુક કરાવો છો તો તમારે 25,800 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો તમારે બે લોકો માટે બુકિંગ કરાવવું હોય તો તમારે પ્રતિ વ્યક્તિ 21,400 રૂપિયા ખર્ચવા પડશે. ત્રણ લોકો માટે વ્યક્તિ દીઠ 20,900 રૂપિયા ખર્ચવા પડશે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 19,550 રૂપિયા અને બેડ વગર 15,800 રૂપિયાનો ચાર્જ છે. બેડ વગરના 2-11 વર્ષના બાળક માટે 14,750 રૂપિયાનો ચાર્જ છે.
આ પણ વાંચો : IRCTCના આ પેકેજ સાથે બદ્રીનાથ-કેદારનાથની મુલાકાત લો, 12 દિવસ માટે રહેવા જમવાનું અને મુસાફરી ફ્રી
બુકિંગ કેવી રીતે કરવું
આ એર ટૂર પેકેજ માટે બુકિંગ IRCTC વેબસાઇટ irctctourism.com પર જઈને કરી શકાય છે. આ સિવાય IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ અને રિજનલ ઓફિસ દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.