સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લો, IRCTC આ ખાસ સુવિધાઓ આપી રહ્યું છે

IRCTC Tour Package : IRCTC એ આધ્યાત્મિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માંગતા લોકો માટે દિલ્હીથી વૃંદાવન વાયા જયપુર સુધીનું સૌથી સસ્તું વેકેશન પેકેજ રજૂ કર્યું છે.

સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લો, IRCTC આ ખાસ સુવિધાઓ આપી રહ્યું છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 1:13 PM

જો તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે ખાસ ઑફર લઈને આવ્યું છે. જેના દ્વારા તમે સસ્તા પેકેજમાં મથુરા-વૃંદાવનના ધાર્મિક સ્થળોનો આનંદ માણી શકો છો. IRCTC એ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા લોકો માટે દિલ્હીથી વૃંદાવન વાયા જયપુર સુધીનું સૌથી સસ્તું પેકેજ વેકેશન પેકેજ રજૂ કર્યું છે. આ વેકેશન પેકેજ 23મી માર્ચથી શરૂ થશે અને 5 રાત અને 6 દિવસ સુધી ચાલશે. આ IRCTC પેકેજની કિંમત માત્ર 29,855 રૂપિયા છે.

Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos
શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો

આ પેકેજ હેઠળની યાત્રા દિલ્હીથી શરૂ થશે અને જયપુર, આગ્રા, મથુરા થઈને આગળ વધશે અને છેલ્લે અંતિમ સ્થળ તરીકે વૃંદાવનમાં સમાપ્ત થશે. તમારી આ યાત્રામાં હવા મહેલ, આમેરનો કિલ્લો, ફતેહપુર સીકરી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર, બાંકે બિહારી મંદિર અને અન્ય ઘણી જગ્યાઓ શામેલ હશે. બે દિવસની દિલ્હીથી જયપુરની યાત્રામાં મોટાભાગના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવામાં આવશે. યાત્રીઓ જયપુર ગયા બાદ ત્રીજા દિવસે આગ્રા પહોંચશે. તે પછી, તીર્થયાત્રીઓ મથુરામાં અનેક મંદિરોની મુલાકાત લઈને તેમની આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખશે.

આ પણ વાંચો : Tour Package : IRCTC સાથે ઇજિપ્તની મુસાફરી કરો, તમારે આટલા જ પૈસા ખર્ચવા પડશે

 આ પેકેજમાં શામેલ વસ્તુઓ

આ IRCTC પેકેજમાં રાયપુર-દિલ્હી-રાયપુર આગળ અને પરત હવાઈ ભાડું સામેલ છે. આ સાથે 5 રાતનું ભોજન અને 5 દિવસનો નાસ્તો પણ ઉપલબ્ધ છે. કાર્યક્રમ અનુસાર, ખાનગી વાહનો પણ ફરવા માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર

આ મથુરા-વૃંદાવન ટૂર પેકેજની કિંમતો છે

IRCTC પેકેજની કિંમત તારીખોના આધારે બદલાય છે. જ્યારે આ પેકેજમાં દિલ્હીથી રાયપુર સુધીનું હવાઈ ભાડું સામેલ છે, ત્યારે મુસાફરો તેમની પસંદગીના આધારે જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરવા માટે એસી સેડાન વાહન, એસી ઈનોવા અથવા એસી ટેમ્પો પ્રવાસી પસંદ કરી શકે છે. વ્યક્તિ દીઠનું ભાડું રૂ. 25,000 થી રૂ. 59,000 સુધીનું છે. વધુ જાણવા માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જઈ શકો છો.

g clip-path="url(#clip0_868_265)">