US આર્મીની આ ટ્રિકથી 2 મિનિટમાં આવે છે ઊંઘ, તમે પણ જાણો આ સીક્રેટ

ઊંઘ ન મળવાને કારણે લાખો લોકો મોટાપો, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો ધરાવે છે. ઊંઘનો અભાવ ઉત્પાદકતા પર પણ અસર કરે છે. ઊંઘની સમસ્યાથી પીડિત લોકો માટે UAS આર્મીની એક ખાસ ટેકનિક કામમાં આવી શકે છે.

US આર્મીની આ ટ્રિકથી 2 મિનિટમાં આવે છે ઊંઘ, તમે પણ જાણો આ સીક્રેટ
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 23, 2022 | 2:29 PM

ઘણા લોકો એવા હોય છે જેમને સારી ઊંઘ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. સ્લીપ ડિસઓર્ડર (Sleep Disorder) થી પીડાતા લોકોની નોંધપાત્ર સંખ્યા છે. અનિદ્રા (Insomnia) ની આ સમસ્યા એટલે કે અનિદ્રા ખૂબ જ સામાન્ય છે. અમેરિકન સ્લીપ એસોસિએશન અનુસાર, શોર્ટ ટર્મ ઈનસોમ્નિયા અને ક્રોનિક ઈનસોમ્નિયાના લક્ષણો સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકોમાં જોવા મળે છે. 440,000 લોકો પર હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, લગભગ 35 % લોકો રાત્રે સાત કલાકથી ઓછી ઊંઘ લે છે.

મતલબ કે ઊંઘ ન મળવાને કારણે લાખો લોકો મોટાપો, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો ધરાવે છે. ઊંઘનો અભાવ ઉત્પાદકતા પર પણ અસર કરે છે. ઊંઘની સમસ્યાથી પીડિત લોકો માટે UAS આર્મીની એક ખાસ ટેકનિક કામમાં આવી શકે છે.

US આર્મીની ખાસ ટ્રીક

ધ ઈન્ડિપેન્ડેન્ટ ન્યૂઝ પેપરમાં યુએસ આર્મી (US Army)દ્વારા ઉપયોગમાં લેવાતી આ જૂની ટેકનિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકી સૈન્ય આ ટેકનિકનો ઉપયોગ યુદ્ધમાં અથવા ખાસ સંજોગોમાં ઊંઘવા માટે કરે છે. આ ટેકનિકનો સૌપ્રથમ ઉલ્લેખ 1981માં રિલેક્સ એન્ડ વિનઃ ચેમ્પિયનશિપ પરફોર્મન્સ બાય લોયડ બડ વિન્ટરના પુસ્તકમાં કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં વિન્ટરે યુએસ આર્મી દ્વારા ડિઝાઈન કરેલી તકનિક વિશે જણાવ્યું છે. આના દ્વારા બે મિનિટમાં ઊંઘ આવે છે.

શું છે ટ્રિક

તેમાં મુખ્યત્વે સ્નાયુઓને આરામ, શ્વાસ અને વિઝ્યુલાઇઝેશન યુક્તિઓનો સમાવેશ થાય છે જે કોઈપણ કરી શકે છે. આ માટે સૌથી પહેલા તમારા પલંગની કિનારે બેસો. ધ્યાનમાં રાખો કે આ સમયે ફક્ત તમારી બેડસાઇડ લાઇટ ચાલુ રહે, તમારો ફોન સાયલન્ટ રાખો અને સવાર માટે એલાર્મ સેટ કરો. હવે તમારા ચહેરાના સ્નાયુઓને આરામ આપો. તેમને સંકોચીને પ્રથમ ટાઈટ કરો. પછી ધીમે ધીમે તેને ઢીલા છોડો.

તમારી જીભને કોઈપણ બાજુ જવા દો. જ્યારે તમારો ચહેરો નિર્જીવ લાગવા લાગે, ત્યારે તમારા ખભાને કુદરતી રીતે નીચે જવા દો. તમારા હાથને એક સમયે એક બાજુ લટકવા દો. આ કરતી વખતે, તમારા શ્વાસને અંદરની તરફ લો અને તેને બહારની તરફ છોડો. તમારા શ્વાસનો અવાજ સાંભળો. દરેક શ્વાસ સાથે તમારી છાતીને વધુ આરામ આપો અને તમારી જાંઘ અને નીચલા પગને આરામ આપો.

એકવાર તમારું શરીર એટલું હળવું થઈ જાય કે તમને કંઈપણ અનુભવાઈ ન રહ્યું હોય તો, 10 સેકન્ડ માટે તમારા મનને સાફ કરવાનો પ્રયાસ કરો. મનમાં જે પણ વિચારો સ્વાભાવિક રીતે આવે છે, તેને જવા દો, બસ તમારા શરીરને ઢીલુ દો. થોડીક સેકંડ પછી તમારું હૃદય અને મગજ સંપૂર્ણપણે રિલેક્સ થઈ જશે.

વિઝ્યુલાઇઝેશન પર ધ્યાન આપો

હવે તમારી આંખો બંધ કરો અને કોઈપણ બે વસ્તુઓની કલ્પના કરો. તમે સ્વચ્છ વાદળી આકાશ હેઠળ શાંત તળાવમાં હોડીમાં સૂઈ રહ્યા છો. અથવા બંધ અંધારા ઓરડામાં મખમલના ઝૂલામાં ધીમે ધીમે ઝૂલતા અનુભવો. જો તમે કોઈ વસ્તુને સરળતાથી વિઝ્યુઅલાઈઝ કરી શકતા નથી, તો 10 સેકન્ડ માટે તમારી જાતને એક ચોક્કસ વાત કહો કે, ‘કંઈપણ વિચારીશ નહીં, કંઈપણ વિચારીશ નહીં, કંઈપણ વિચારીશ નહીં’. આ તમામ સ્ટેપ્સ કરવામાં લગભગ 2 મિનિટનો સમય લાગે છે. હવે બેડ પર સૂઈ જાઓ અને લાઈટ બંધ કરો, થોડીવારમાં તમને ઊંઘ આવી જશે.

આ ટેકનિક કામ કરવા માટે સમય લાગી શકે છે

શરૂઆતમાં તમને લાગશે કે આ ટેકનિક તમારા માટે કામ નથી કરી રહી. પરંતુ લગભગ નવમા દિવસથી તમારું શરીર આ ટેકનિક અપનાવવાનું શરૂ કરી દેશે. તમે તમારી જાતને એટલા થાકેલા અનુભવશો કે તમે પથારીમાં જતાની સાથે જ ઊંઘી જશો અને બીજા દિવસે તમે સંપૂર્ણપણે ફ્રેશ અનુભવ કરશો.

આ પણ વાંચો: મેક ઇન ઇન્ડિયાનો સિંહ સમગ્ર વિશ્વમાં જોરથી કરી રહ્યો છે ગર્જના, ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના નિકાસનો લક્ષ્ય કર્યો હાંસલ

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: 23 માર્ચથી ખુલી રહ્યું છે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી સજ્યો બાગ, જુઓ તસ્વીરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati