Food Tips: ડ્રાયફ્રૂટ્સને આ રીતે સ્ટોર કરો, લાંબા સમય સુધી પોષક તત્વોમાં કોઈ ઘટાડો નહીં થાય

|

Dec 16, 2022 | 11:59 AM

સૂકા ફળોને સંગ્રહિત કરવા માટે તે ફળને નાના ટુકડામા કાપી લો.જો તમે નાના ફળોને સ્ટોર કરવા માગતા હોવ તો તેને આખા જ સુકવવા રાખો અને પછી તેને ફ્રિઝ કરી દો. આ સુકવણી કરેલા ફળોને સૂકી અને ઠંડી જગ્યાએ મુકી દેવા જોઈએ.

Food Tips: ડ્રાયફ્રૂટ્સને આ રીતે સ્ટોર કરો, લાંબા સમય સુધી પોષક તત્વોમાં કોઈ ઘટાડો નહીં થાય
Store dry fruits and no loss of nutrients

Follow us on

આપણે રોજિંદા જીવનમા સુકવણી થયેલી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બજારમાથી પણ ઘણા બધા ડ્રાયફ્રુટ, મસાલા,દાળ અને શાકભાજી વગેરે લાવતા હોઈએ છીએ. જેની સુકવણી કરવી એકદમ સરળ છે. આ ડ્રાયફ્રુટના પોષક તત્વોની ગુણવત્તા ઓછી થયા વગર આપણે તેની સુકવણી ઘરે કરીને સ્ટોર કરી શકીએ છીએ. શિયાળામા આપણા બધાના ઘરમા મેથીની ભાજીની સુકવણી કરતા જોયા જ હશે તેને ભાજી આખુ વર્ષ ચાલતી હોય છે. એવી જ રીતે સિઝનમા આપણે ફળોની સુકવણી ઘરે કરીને તેનો ઉપયાગ કરી શકાય છે

ફળની સુકવણી કેવી રીતે કરવી

ફળને નાના નાના ટુકડામા કાપીને તેને તડકામા કે માઈક્રરોવેમા મુકીને ફળમા રહેલા ભેજને દુર કરીને તેને ફ્રીઝ કરવા માટે મુકી દો આને ફ્રીઝ સુકા ફળો કહેવામા આવે છે. છતા આ ફ્રુટમાથી પોષક તત્વોમા ઘટાડો થતો નથી. આ રીતે કરવાથી ફળોમા ક્રિસ્પી બની જાય છે. આ રીતે સુકવેલા ફળોને લાંબા સમયસુધી સેટેર કરવામા આવે છે.

સુકા ફળોનો ઉપયોગ કેવી રીતે કરવો

ફ્રિઝ થયા પછી પણ આ ફળનો સ્વાદ પહેલા જેવો જ લાગે છે. આ ફળનો ઉપયોગ તમે આઈસ્ક્રીમ, કેન્ડી અને અન્ય વસ્તુઓ પર ડેકોરેશન માટે કરી શકો છો. આ ઉપરાંત સુકવેલ ફ્રીઝ કરેલ ફળનો ઉપયોગ નાસ્તામાં પણ કરી શકો છો અને વાનગીઓમાં મીઠાશ લાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ઈચ્છ હોય તો આ સૂકા મેવાઓને મિક્સરમાં પીસીને ફ્રૂટ પાઉડર બનાવી શકાય છે અને તેનો ઉપયોગ મીઠાઈમાં અને નાના બાળકને ખવડાવવમા પણ કરી શકાય છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સૂકા ફળો કેવી રીતે સંગ્રહિત કરવા

સૂકા ફળોને સંગ્રહિત કરવા માટે તે ફળને નાના ટુકડામા કાપી લો.જો તમે નાના ફળોને સ્ટોર કરવા માગતા હોવ તો તેને આખા જ સુકવવા રાખો અને પછી તેને ફ્રિઝ કરી દો. આ સુકવણી કરેલ ફળોને સૂકી અને ઠંડી જગ્યાએ મુકી દેવા જોઈએ. જો આ ફળનો સ્વાદ અને તેના ક્રિસ્પીનેસ માટે તેને એર ટાઈટ ડબ્બામા મુકવા જોઈએ. આ રીતે સુકવણી કરવામા આવે તો આ ફળોને લાંબા સમયસુધી સ્ટોર કરી શકીએ છીએ.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે.

Next Article