Onam 2023 : ઓણમ સાધ્ય શું છે? જાણો આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

તહેવારો ભોજન વિના અધૂરા છે, પરંપરાગત ભોજન આપણી સંસ્કૃતિને દર્શાવે છે, દિવાળી હોય કે હોળી, તમામ તહેવારોમાં વાનગીઓ બનાવવામાં આવે છે, તો આજે આપણે ઓણમ તહેવાર (Onam 2023)ની વાનગી વિશે જાણીશું.

Onam 2023 : ઓણમ સાધ્ય શું છે? જાણો આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 12:26 PM

Onam 2023 : ઓણમ (Onam 2023) કેરળના મુખ્ય તહેવારોમાંનો એક છે અને આ તહેવારની ખાસ વાત એ છે કે ‘સાધ્યા’ એટલે કે તહેવાર. સાધ્યા પરંપરાગત શાકાહારી મલયાલમ ભોજનને આવરી લે છે. કેળાના પાંદડાઓમાં 24 થી 28 વિવિધ પ્રકારના ખારા, મીઠા અને ખાટા ખોરાકનો સમાવેશ થાય છે. પાયસમ, ચોખા, સાંભર, નારિયેળની ચટણી, અને બીજી ઘણી બધી વાનગીઓ કેળાના પાનમાં પીરસવામાં આવે છે.

આ પણ વાંચો : IVF સારવાર દરમિયાન મહિલાઓનો આહાર કેવો હોવો જોઈએ? જાણો નિષ્ણાતો શું કહે છે

ઓણમ એક પારંપારિક કૃષિ આધારિત પર્વ છે, જે દક્ષિણ ભારતમાં 10 દિવસ સુધી ધામધૂમથી મનાવવામાં આવે છે, આ કેરળનો મુખ્ય તહેવાર છે. આ તહેવારમાં વાનગીઓ સર્વ કરવામાં આવે તેને સાધ્ય કહેવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, આ તહેવારમાં સમગ્ર શાહકારી ભોજન જ સામેલ કરવામાં આવે છે, તો ચાલો જાણીએ સાધ્ય સાથે જોડાયેલી વાતો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

શું છે ઓણમ સાધ્ય?

ઓણમ પર્વ દરમિયાન સાધ્ય મલયાલીના લોકો માટે ખુબ મહત્વપુર્ણ છે. જેમાં કેંળાના પાંદડામાં અલગ અલગ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે.સાધ્યમાં અલગ અલગ ભોજનો પીરસવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, અંદાજે 21 તેનાથી વધારે 28 ભોજન કેળાના પાંદડામાં સર્વ કરવામાં આવે છે.

સાધ્યએ સૌથી મોટી શાકાહારી થાળી

તમને જાણીને નવાઈ લાગશે કે સાધ્યમાં પીરસવામાં આવતો તમામ ખોરાક સંપૂર્ણપણે શાકાહારી છે અને તે વિશ્વની સૌથી મોટી શાકાહારી થાળી છે, જેમાં મીઠાઈથી લઈને નમકીન સુધીની 21 થી 28 પ્રકારની વાનગીઓ હોય છે.

સાધ્ય આ રીતે પીરસવામાં આવે છે

સાધ્યને પીરસવાની સ્ટાઈલ ખૂબ જ અલગ અને અનોખી છે, જેમાં કેળાના પાનની ડાળીના ભાગને જમણી બાજુ રાખીને તેમાં ભોજન પીરસવામાં આવે છે. બધી શાકાહારી સાધ્ય વાનગીઓ અલગ રીતે રાખવામાં આવે છે.

સાધ્યમાં તમામ ભોજન કરાય છે સામેલ

તમને જણાવી દઈએ કે સાધ્યમાં પીરસવામાં આવતી વાનગીઓનો સ્વાદ સંતુલિત હોય છે. કેળાના પાનનો ઉપયોગ મીઠી, નમકીન, ખાટી અને કડવી જેવી વિવિધ સ્વાદવાળી વાનગીઓ પીરસવા માટે થાય છે.

સાધ્યને જમીન પર બેસીને આરોગવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે આ શાકાહારી ખોરાક જમીન પર બેસીને ખાવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર, નીચે બેસીને ખાવાથી પાચન પ્રક્રિયા મજબૂત બને છે અને ખાવામાં આવેલો ખોરાક સરળતાથી પચી જાય છે.

નાળિયેર તેલમાં બનાવવામાં આવે છે વાનગીઓ

ઓણમ સાધ્યમાં બનતી તમામ વાનગીઓ નારિયેળ તેલથી બનાવવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે આરોગ્યપ્રદ હોય છે.

સાધ્યાના આહારમાં પ્રવાહી અને સૂકી વાનગીઓનો સમાવેશ થાય છે.

સાધ્યમાં પીરસવામાં આવતો ખોરાક અડધો પ્રવાહી કઢી છે, જ્યારે બાકીનો અડધો સૂકો છે. આ બે પ્રકારના ખોરાકને સંતુલિત કરીને તૈયાર કરવામાં આવે છે.

સાધ્યમાં કેળાનું મહત્વ

કેળા એ સાધ્ય થાળીનો મહત્વનો ભાગ છે. જેમાં કેળાના પાનથી લઈને ફળો અને ફૂલો સુધી અનેક શાકભાજી અને વાનગીઓ બનાવવામાં આવે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">