AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન નવવધુના પગેથી કેમ ચોખા ભરેલો કળશ કેમ ઢોળવામાં આવે છે ?

Wedding Rituals: લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિમાં નવવધુ તેના પગેથી ચોખાનો કળશ ઢોળે છે અને ત્યારબાદ સાસરીમાં ગૃહ પ્રવેશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નવવધુ ગૃહ પ્રવેસ સમયે આવુ શા માટે કરે છે? આવો નવવધુ દ્વારા આવુ કરવા પાછળનું ખાસ કારણ જાણીએ.

લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન નવવધુના પગેથી કેમ ચોખા ભરેલો કળશ કેમ ઢોળવામાં આવે છે ?
| Updated on: Nov 18, 2025 | 4:28 PM
Share

ફરી એકવાર લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. ચારે તરફ બેંડ બાજા, સજાવેલા મંડપ, અને જાનૈયાઓની રોનક જોવા મળી રહી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી લગ્નની સિઝન માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિવાહ એ માત્ર બે લોકોનુ મિલન નથી, પરંતુ લગ્ન દરમિયાન અનેક પરંપરાઓ અને રિવાજો જોવા મળે છે. વિવાહ દરમિયાન નિભાવવામાં આવનારી વિધિ પાછળ પણ કોઈને કોઈ અર્થ જરૂર હોય છે.

આ જ રિતિ-રિવાજો અને વિધિઓમાં સામેલ છે લગ્ન બાદ નવવધુ દ્વારા ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન ચોખા ભરેલો કળશ ઢોળવાની વિધિ. ગૃહ પ્રવેશની આ વિધિ દરમિયાન નવવધુ તેના પગ વડે ઘરના ઉંબરામાં રાખેલો ચોખા ભરેલો કળશ ઘરની અંદરની તરફ ઢોળે છે. આખરે નવવધુ દવારા આવુ કરવા પાછળ શું માન્યતા પડેલી છે તેના વિશે જાણીએ.

ગૃહ પ્રવેશ દરમિયાન ચોખા ભરેલ કળશ ઢોળવાની પરંપરા

પરંપરા અનુસાર, નવવધુ જ્યારે સાસરામાં જાય છે, તે તે નવી જગ્યાએ પ્રવેશ કરવાની સાથે-સાથે નવા જીવન, નવી જવાબદારીઓ અને નવા સંબંધોને નિભાવવાની શરૂઆત કરે છે. આ અવસરે સૌથી પહેલા જે રસમ આવે છે તે છે નવવધુ દ્વારા ચોખાનો કળશ પગ ઘરની અંદરની તરફ ઢોળવો. જેમ નવી નવવધુનો ગૃહ પ્રવેશ શુભ ગણાય છે તેમ જ નવી પુત્રવધુને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે, આથી માતા લક્ષ્મી જેમ ઘરમા આવે છે તેમ જ નવી નવવધુ પરિવારમાં શુભતા અને સંપન્નતા લાવે છે.

નવવધુ માતા લક્ષ્મીનું પ્રતીક

આ વિધિમાં ચોખા અને કળશ સમૃદ્ધિ અને ધન-ધાન્યનો પ્રતિક છે. આ એ વાત પરથી સમજી શકાય છે કે જે ઘરમાં નવી નવવધુનો પ્રવેશ થાય છે ત્યાં ક્યારેય પણ સુખ-સમૃદ્ધિનો અંત આવે. ચોખાનો કળશ ઢોળવો એ માત્ર એક વિધિ નથ પરંતુ તે નવી નવવધુને ગૃહલક્ષ્મીના સ્વરૂપે સન્માન પણ પ્રદાન કરે છે.

એટલુ જ નહીં હિંદુ ધર્મમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમા નવી નવવધુ તેના ડાબા પગ વડે ચોખાના કળશને ઘરની અંદરની તરફ ઢોળે છે. ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરે છે.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">