AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે હોટેલ જવાની જરૂર નથી! તંદૂર વગર ગેસ પર જ બનાવો પરફેક્ટ ‘રૂમાલી રોટલી’, મોંમાં મૂકતાં જ ઓગળી જશે

હોટેલ કે ઢાબા પર જઈને શાહી પનીર સાથે ગરમાગરમ રૂમાલી રોટલી ખાવાનું દરેકને પસંદ હોય છે. એવામાં સવાલ એ છે કે, શું તંદૂર વગર ઘરમાં એવી જ પાતળી અને મુલાયમ રૂમાલી રોટલી બનાવી શકાય છે?

હવે હોટેલ જવાની જરૂર નથી! તંદૂર વગર ગેસ પર જ બનાવો પરફેક્ટ 'રૂમાલી રોટલી', મોંમાં મૂકતાં જ ઓગળી જશે
| Updated on: Aug 28, 2026 | 2:22 PM
Share

હોટેલ કે ઢાબા પર જઈને શાહી પનીર સાથે ગરમાગરમ રૂમાલી રોટલી ખાવાનું દરેકને પસંદ હોય છે. ઘણીવાર મન કરે છે કે, આવી રોટલી આપણે પણ ઘરે બનાવીએ. હવે આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું તંદૂર કે ભઠ્ઠી વગર ઘરમાં હોટેલ જેવી પાતળી અને મુલાયમ રૂમાલી રોટલી બનાવી શકાય?

પૌષ્ટિક તથ્યો – Nutrition Facts (1 રૂમાલી રોટલી)

  • કેલરી – લગભગ 90-120
  • કાર્બોહાઇડ્રેટ – 18-22 ગ્રામ
  • પ્રોટીન – 2-3 ગ્રામ
  • ફેટ – 1-2 ગ્રામ
  • ફાઇબર – 1 ગ્રામ

સામગ્રી

  • મેંદો – 2 કપ
  • ઘઉંનો લોટ – અડધો કપ
  • દૂધ – અડધો કપ
  • મીઠું – સ્વાદ અનુસાર
  • ખાંડ – અડધી નાની ચમચી
  • તેલ અથવા ઘી – 2 મોટી ચમચી
  • પાણી – લોટ બાંધવા માટે

કેવી રીતે બનાવવી સોફ્ટ રૂમાલી રોટલી?

  1. સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ ચાળી લો. હવે તેમાં મીઠું, ખાંડ અને એક ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  2. ત્યારબાદ નવશેકા દૂધ અને પાણીની મદદથી એકદમ સોફ્ટ લોટ બાંધી લો.
  3. યાદ રાખો કે, રૂમાલી રોટલીનો લોટ પૂરી કે પરોઠા જેવો કડક ન હોવો જોઈએ પરંતુ તે થોડો સ્થિતિસ્થાપક (લચીલો) અને ઢીલો હોવો જોઈએ.
  4. હવે આ બાંધેલા લોટ પર થોડું તેલ લગાવીને ભીના કપડાથી ઢાંકીને ઓછામાં ઓછા 30 થી 40 મિનિટ માટે આરામ કરવા (રેસ્ટ આપવા) રાખી દો.
  5. હવે લોટને એકવાર ફરીથી હળવા હાથે મસળી લો. હવે આ લોટમાંથી નાની-નાની લૂઈ (ગુલ્લા) બનાવી લો.
  6. ધ્યાન રાખો કે, રૂમાલી રોટલીની લૂઈ સામાન્ય રોટલીની લૂઈ કરતાં થોડી નાની હોય છે, કારણ કે આપણે તેને ખૂબ જ પાતળી વણવાની હોય છે.
  7. આ જ એ સૌથી મહત્વપૂર્ણ ટ્રિક છે, જે તમારી રૂમાલી રોટલીને બિલકુલ હોટેલ જેવી બનાવશે.
  8. તમારા ઘરની કોઈપણ મોટી અને ભારે તવી (તવો) લો અને તેને ગેસ પર ઊંધી કરીને તેજ આંચ પર ગરમ કરવા મૂકી દો.
  9. બીજું કે, જ્યાં સુધી તવી ગરમ થાય છે, ત્યાં સુધી એક વાટકીમાં થોડું પાણી અને મીઠું મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો.
  10. હવે એક લૂઈ (ગુલ્લી) લો, તેના પર થોડો સૂકો મેંદો લગાવો અને તેને બને તેટલી પાતળી વણી લો.
  11. વણ્યા પછી તેને બંને હાથ વચ્ચે ધીમે-ધીમે ફેરવીને મોટી અને પાતળી કરી લો.
  12. જો તમારાથી હવામાં ન સચવાય, તો આડણી (પાટલા) પર જ આંગળીઓની મદદથી તેને ખેંચીને મોટી કરી શકો છો.
  13. હવે ગરમ કરેલી ઊંધી તવી પર થોડું મીઠાવાળું પાણી છાંટો. આનાથી ‘રોટલી’ તવી પર ચોંટશે નહીં અને સરળતાથી નીકળી જશે.
  14. ત્યારબાદ તમારી વણેલી પાતળી રોટીને સાવધાનીપૂર્વક આ ઊંધી તવી પર પાથરી દો.
  15. આંચ તેજ રાખો. હવે જ્યારે રોટલી પર હળવા-હળવા પરપોટા (બુલબુલા) ઊઠવા લાગે, ત્યારે સમજી જાવ કે રોટલી એક બાજુથી શેકાઈ ગઈ છે. તેને તરત જ પલટાવી દો અને કપડાં કે તવેથાની મદદથી હળવેથી દબાવીને શેકી લો.
  16. બસ તૈયાર છે તમારી ગરમાગરમ, મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી સુપર-સોફ્ટ રૂમાલી રોટલી.
  17. તેને ફોલ્ડ કરીને કોઈ કપડામાં લપેટીને રાખો જેથી તે લાંબા સમય સુધી નરમ રહે.
  18. હવે તેને તમારી મનપસંદ દાળ મખની કે પનીરના શાક સાથે પરિવાર સાથે મજાથી એન્જોય કરો.

Sugarfree Sweet Recipe: તહેવારમાં ખાંડના વધતા ભાવ વચ્ચે મીઠાઈ બનાવવાની ટેન્શન છોડો, આ 7 સ્વીટમાં નહીં પડે રિફાઇન્ડ શુગર

Follow Us
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">