Beauty Tips : હવે ઘરે જ થશે પાર્લર જેવા સ્ટ્રેટ હેર તે પણ નહીંવત ખર્ચે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
ઘણી સ્ત્રીઓ સ્ટ્રેટનિંગ ટૂલ્સ અને કેરાટિન અને બજારમાં મળતા હેર માસ્ક (Hair Mask) જેવી ટ્રીટમેન્ટનો પણ ઉપયોગ કરતી હોય છે. જો કે, તે લાંબા ગાળે આપણા વાળને નુકસાન પહોંચાડી શકે છે.

આજકાલ ફેશનને જોતા મોટાભાગની મહિલાઓને સ્ટ્રેટ વાળ રાખવાનું પસંદ હોય છે. આ માટે ઘણી સ્ત્રીઓ સ્ટ્રેટનિંગ ટૂલ્સ અને કેરાટિન અને બજારમાં મળતા હેર માસ્ક (Hair Mask) જેવી ટ્રીટમેન્ટનો પણ ઉપયોગ કરતી હોય છે. જો કે, તેઓ લાંબા ગાળે આપણા વાળને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે હેર સ્ટ્રેટનર્સ આપણા વાળના મુળ નબળા કરી તેને નુકસાન પહોંચાડે છે, ત્યારે કેમિકલયુક્ત સલૂન ટ્રીટમેન્ટ વાળ ખરવા અને તૂટવા જેવી સમસ્યા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં તમે સામાન્ય રસોડાની અમુક વસ્તુનો ઉપયોગ કરીને હેર માસ્ક પણ બનાવી શકો છો. તેનાથી તમારા વાળ સીધા રહેશે અને જરૂરી પોષણ પણ મળશે. તમે કેળા, મધ, કોકોનટ મિલ્ક અને એલોવેરા જેલ વગેરેનો ઉપયોગ કરીને આ હેર માસ્ક બનાવી શકો છો.
કેળા અને મધનું હેર માસ્ક
આ માસ્ક બનાવવા માટે, તમારે 2 ચમચી મધ, 2 કેળા, 2 ચમચી ઓલિવ ઓઇલ અને 1 ચમચી દહીંની જરૂર પડશે. એક બાઉલમાં કેળાના ટુકડા મૂકો અને ચમચીની મદદથી તેને મેશ કરો. મધ, ઓલિવ ઓઇલ અને દહીં ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને તમારા વાળ પર 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વખત આ હેર માસ્કનો ઉપયોગ કરો.
નારિયેળનું દૂધ અને જિલેટીન
આ માટે તમારે 1 કપ નારિયેળનું દૂધ, 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી મધ, 2 ચમચી લીંબુનો રસ, 2 ચમચી કોર્ન સ્ટાર્ચ (કોર્ન ફ્લોર) અને 2 ચમચી જિલેટીન પાવડરની જરૂર પડશે. એક બાઉલમાં નારિયેળનું દૂધ, તેલ અને મધ નાખો. તેમાં લીંબુનો રસ મિક્સ કરો. કોર્ન સ્ટાર્ચ અને જિલેટીન પાવડર ઉમેરો. આ હેર માસ્કને તમારા વાળમાં 30 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ લો.
દૂધ અને મધ
મધ અને દૂધ બંને કુદરતી ઘટકો છે જે તમારા વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. આ હેર માસ્ક બનાવવા માટે તમારે 1/4 કપ દૂધ અને 2 ચમચી મધની જરૂર પડશે. એક બાઉલમાં દૂધ અને મધ નાખો. સારી રીતે ભેળવી દો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને લગભગ 1-2 કલાક સુધી રહેવા દો. ત્યારબાદ તેને સામાન્ય પાણીથી ધોઈ લો.
એલોવેરા જેલ અને કોકોનટ મિલ્ક
આ હેર માસ્ક બનાવવા માટે તમારે 3-5 ચમચી એલોવેરા જેલ, 2 ચમચી કોકોનટ મિલ્ક અને 1 ચમચી મધની જરૂર પડશે. એક બાઉલમાં એલોવેરા જેલ, કોકોનટ મિલ્ક અને મધ મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ હેર માસ્ક લગાવો અને જો શક્ય હોય તો તેને આખી રાત રહેવા દો. તમે તેને 2 કલાક માટે પણ છોડી શકો છો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.
આ પણ વાંચો :Punjab: રાહુલ ગાંધીની મોટી જાહેરાત- ચરણજીત સિંહ ચન્ની હશે પંજાબમાં કોંગ્રેસના CMનો ચહેરો
આ પણ વાંચો :Lata Mangeshkar Funeral Pics: પોતાની અંતિમ યાત્રા પર નિકળ્યા ‘સ્વર કોકિલા’