Navratriના ઉપવાસ દરમિયાન આ શાકભાજીનું કરો સેવન, મળશે ભરપૂર ઊર્જા

લોકો પોતાની ક્ષમતા અનુસાર ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો 2 દિવસ, 3 દિવસના ઉપવાસ કરે છે. તો કેટલાક લોકો નવરાત્રીના (Navratri) 9 દિવસ ઉપવાસ રાખે છે. પણ તેના માટે તમારા સ્વાસ્થ્યનું પણ પૂરતુ ધ્યાન રાખવું જરુરી છે.

Navratriના ઉપવાસ દરમિયાન આ શાકભાજીનું કરો સેવન, મળશે ભરપૂર ઊર્જા
Health Care TipsImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 6:11 PM

Health Care Tips : નવરાત્રીના તહેવારની શરુઆત થઈ ગઈ છે. લગભગ 2 વર્ષ બાદ ગુજરાતીઓ ધૂમધામથી નવરાત્રીના તહેવારમાં ગરબાના તાલે ઝુમશે. નવરાત્રીમાં 9 દિવસ મા દુર્ગાના અલગ અલગ 9 સ્વરુપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભક્તો આ 9 દિવસ દરમિયાન મા દુર્ગાના નામે ઉપવાસ પણ કરતા હોય છે. લોકો પોતાની ક્ષમતા અનુસાર ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો 2 દિવસ, 3 દિવસના ઉપવાસ કરે છે. તો કેટલાક લોકો નવરાત્રીના (Navratri) 9 દિવસ ઉપવાસ રાખે છે. પણ તેના માટે તમારા સ્વાસ્થ્યનું પણ પૂરતુ ધ્યાન રાખવું જરુરી છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે કેટલાક શાકભાજી ખાઈ શકો છો. જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી તમારા શરીરમાં ઉર્જા રહેશે. જેના કારણે તમે નવરાત્રીના તહેવારનો આનંદ પણ માણી શકશો. આ અહેવાલમાં જાણો કે કયા શાકભાજી તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન આરોગી શકો છો.

દૂધીનું કરો સેવન

નવરાત્રીના ઉપવાસ દરમિયાન દૂધીનું પણ સેવન કરી શકાય છે. તમે દૂધીનું સૂપ, જૂસ કે શાક બનાવીને તેનું સેવન કરી શકો છો. દૂધીના કારણે ડાયાવિટીસ અને સ્થૂળતા દૂર કરવામાં મદદ મળે છે. તે સિવાય તમે કાચા કેળાનું પણ સેવન કરી શકો છો. તેનું સેવન તમે શાક અને ચિપ્સ રુપે કરી શકો છો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

ગાજરનું સેવન કરી શકાય

જો તમે નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરો છો, તો તે દરમિયાન તમે ગાજરનું સેવન પણ કરી શકો છો. ગાજરમાંથી તમે વિટામિન એ અને ઘણા બીજા પોષક તત્ત્વો મેળવી શકો છો. તેના સેવનથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધશે. જેના કારણે તમે ઉર્જાથી ભરેલા રહેશો અને નવરાત્રીના 9 દિવસનો આનંદ માણી શકશો.

કાકડીનું કરો સેવન

નવરાત્રીના 9 દિવસમાં તમે કાકડીનું પણ સેવન કરી શકો છો. તે તમારા શરીરને હાઈડ્રેટેટ રાખશે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ નહીં રહે. તેની મદદથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. કાકડીનું તમે સલાડ તરીકે સેવન કરી શકો છો.

આ શાકભાજીના સેવનથી તમારા શરીરમાં પોષક તત્ત્વોની અછત નહીં સર્જાશે અને તમે સંપૂર્ણ ભક્તિ સાથે નવરાત્રીના શુભ તહેવારને માણી શકશો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">