AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydration In Summer : નાળિયેર પાણી કે લીંબુ પાણી, ઉનાળામાં હાઇડ્રેશન માટે શું છે બેસ્ટ?

Hydration In Summer : ઉનાળાની ઋતુમાં શરીરમાં હાઇડ્રેશન જાળવવું જરૂરી છે, આ માટે અમને સમયાંતરે એનર્જી ડ્રિંક પીવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો નારિયેળ પાણી પીવે છે તો કેટલાક લોકોને લીંબુ પાણી પીવું ગમે છે. તો આજે જાણી જ લો કે આ બેમાંથી કયું સારું છે.

Hydration In Summer : નાળિયેર પાણી કે લીંબુ પાણી, ઉનાળામાં હાઇડ્રેશન માટે શું છે બેસ્ટ?
summer healthy cold drinks
| Updated on: Apr 15, 2024 | 12:27 PM
Share

Hydration In Summer : ઉનાળામાં વધતા તાપમાન સાથે મોટાભાગના લોકોને ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં તબીબો દ્વારા સમયાંતરે કંઈક હાઇડ્રેટીંગ પીણા પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ હાઇડ્રેટિંગ ડ્રિંક્સની વાત આવે છે, ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલા લીંબુ પાણી અને નારિયેળ પાણી આવે છે. શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આ બંનેને હેલ્ધી માનવામાં આવે છે, તેમ છતાં લોકોને વારંવાર આ સવાલ થાય છે કે આ બેમાંથી કયું સારું છે.

નારિયેળ પાણી પીવાના ફાયદા

જો આપણે નાળિયેર પાણી વિશે વાત કરીએ તો તે તેના ઇલેક્ટ્રોલાઇટ ગુણધર્મો માટે જાણીતું છે જે તેને હાઇડ્રેશન માટે બેસ્ટ બનાવે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઈલેક્ટ્રોલાઈટ્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ શરીરમાં પ્રવાહીને સંતુલિત કરવામાં અને સ્નાયુઓની મજબુતી માટે મદદરૂપ થાય છે. આ સાથે નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.

લીંબુ પાણીના ફાયદા

લીંબુ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે અને તેમાં વિટામીન સી, ફ્લેવનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધાર છે અને તમને ઘણી સીઝનલ બીમારીઓથી પણ બચાવે છે. આ સિવાય તે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

એસિડિક હોવા છતાં લીંબુમાં ક્ષારયુક્ત ગુણો હોય છે જેના કારણે તે શરીરના PH લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. ઉનાળામાં લીંબુ પાણી પીવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

લીંબુ પાણી અથવા નાળિયેર પાણી, હાઇડ્રેશન માટે શું સારું છે?

ઉનાળાની ઋતુમાં તમારા શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે તમે લીંબુ પાણી અને નારિયેળ પાણી બંને પી શકો છો. જ્યાં એક તરફ નારિયેળ પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપની ભરપાઈ થશે, તો બીજી તરફ લીંબુ પાણી શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરશે. ઈલેક્ટ્રોલાઈટ્સની મદદથી કસરત કે વર્કઆઉટ કર્યા પછી પણ તમને થાક લાગશે નહીં.

ખાલી પેટ નારિયેળ પાણી પીને દિવસની કરો શરૂઆત

લીંબુ પાણીમાં હાજર વિટામિન સી શરીરમાંથી ઓક્સિડેટીવ તણાવને દૂર કરવામાં મદદ કરશે. ઉનાળાની ઋતુમાં વધુ પડતા પરસેવાને કારણે તમે ઝડપથી થાક અનુભવવા લાગો છો, આવી સ્થિતિમાં તમે દરરોજ સવારે ખાલી પેટ નારિયેળ પાણી પીને તમારા દિવસની શરૂઆત કરી શકો છો. દિવસભર તાજગી અને એક્ટિવમાં અનુભવ કરવા માટે તમે દિવસના કોઈપણ સમયે લીંબુ પાણી તૈયાર કરીને પી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">