AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાલ પડવાની સમસ્યાનો ઈલાજ છે બીટરૂટ, આ રીતે ઘરે જ તૈયાર કરો હેર પેક

બીટરૂટ વાળને સુંદર બનાવે છે. તે પ્રાકૃતિક છે તેનાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટ નથી થતા. જો તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો તો તમે બીટરૂટના હેર પેકનો ઉપયોગ કરી શકો છો.

ટાલ પડવાની સમસ્યાનો ઈલાજ છે બીટરૂટ, આ રીતે ઘરે જ તૈયાર કરો હેર પેક
Beetroot is cure for baldnessImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:18 PM
Share

આજકાલ ઘણા યુવાનોને નાની ઉંમરથી જ ટાલ પડવાની સમસ્યાનો શિકાર બને છે. બીટરૂટ આ સમસ્યા માટે સુપર ફૂડ સાબિત થઈ શકે છે. બીટરૂટને આપણી હેલ્ધ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્વાસ્થની સાથે સાથે આપણા વાળ માટે પણ ફાયદાકારક છે. બીટરૂટ વાળને સુંદર બનાવે છે. તે પ્રાકૃતિક છે તેનાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટ નથી થતા. જો તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો તો તમે બીટરૂટના હેર પેકનો ઉપયોગ કરી શકો છો.

ટાલ પડવાની સમસ્યા દૂર કરે છે બીટરૂટ

બીટરૂટના હેર પેકની મદદથી તમે વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. તેની સાથે આ હેર પેક વાળને મજબૂત બનાવે છે. અહીં તમને બીટરૂટમાંથી બનતા હેર પેક વિશે માહિતી જાણવા મળશે. તેને બનાવવા માટે આ વસ્તુઓની જરુર પડશે.

  1. અડધો કપ બીટરૂટનો રસ
  2. બે મોટી ચમચી આદુનો રસ
  3. બે ચમચી ઓલિવ તેલ

આ રીતે બનાવો બીટરૂટનો હેર પેક

  1. બીટરૂટનો હેર પેક બનાવવા માટે એક પાત્ર લો.
  2. તે પાત્રમાં અડધો કપ બીટરૂટનો રસ નાખો.
  3. ત્યારબાદ તેમાં બે ચમચી આદુનો રસ નાખો.
  4. તેમાં બે ચમચી ઓલીવ તેલ નાખો.
  5. આ તમામ વસ્તુને સારી રીતે મિશ્રત કરો.
  6. આ રીતે તમારો બીટરૂટનો હેર પેક તૈયાર થશે.

તમારા વાળ પર કઈ રીતે લગાવશો બીટરૂટ હેર પેક?

બીટરૂટ હેર પેક તમારા માથા પર લગવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરુરી છે. આ હેર પેકને થોડુ થોડુ કરીને વાળ અને માથા પર લગાવો. તેનાથી ધીરી ધીરે વાળ અને માથાની મસાજ કરો. આ હેર પેકને 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તે હેર પેકવાળા વાળને પાણીથી ધોઈ લો. આ હેર પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. તેનાથી તમારી ટાલ પડવાની સમસ્યા દૂર થશે.

ટાલ પડવાની સમસ્યામાંથી મળશે રાહત

આ ટાલ પડવાની સમસ્યા આજે નાની ઉંમરથી થવા લાગી છે. બીટરૂટ હેર પેક પ્રાકૃતિક છે. તેનાથી વાળ અને માથા પર કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થશે નહીં. આ હેર પેકની મદદથી ટાલ પડવાની સમસ્યા દૂર થશે. તમારા વાળ ખરતા અટકી જશે. તેથી આ હેર પેક આપણા માટે ખુબ ફાયદાકારક છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">