IPL 2027 Retention Today LIVE Streaming: રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો? જાણો
આઈપીએલ 2027 (IPL 2027)માટે ખેલાડીઓ રિટેન કરવાની આજે છેલ્લી તારીખ છે. તમે આ રિટેન ક્યાં લાઈવ જોઈ શકો છો? આ બધા પ્રશ્નોના જવાબો જાણો.

આઈપીએલ 2027ને લઈ હવે 17 નવેમ્બરનો દિવસ ખુબ ખાસ છે. કારણ કે, આ દિવસે એ ખેલાડીઓના નામ ફાઈનલ થશે. જેને આઈપીએલની ફ્રેન્ચાઈઝી રિટેન અથવા રિલીઝ કરશે. સરળ ભાષામાં કહીએ તો. આઈપીએલ 2027 માટે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો સમય હવે પૂર્ણ થવાનો છે.
જે ખેલાડીઓને રિટેન કરવામાં આવશે તેઓ ફ્રેન્ચાઇઝી સાથે રહેશે, જ્યારે જે ખેલાડીઓને રિલીઝ કરવામાં આવશે તેઓ સીધા જ ઓક્શન પૂલમાં જશે, જ્યાં તેમને 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મીની-ઓક્શનમાં મૂકવામાં આવી શકે છે.
IPL 2027 Retentionના દરેક સવાલના જવાબ જાણો
આઈપીએલ 2027ના રિટેનશન અને રિલીઝને લઈ દરેક લોકોને સવાલ છે. તો ચાલો આ બધા સવાલના જવાબ એક-એક કરીને જાણીએ.
IPL 2027 માટે ખેલાડીઓનું રિટેશન અને રિલીઝ ક્યારે થશે?
આઈપીએલ 2027 માટે ખેલાડીઓનું રિટેન્શન અને રિલીઝ 17 નવેમ્બર મંગળવારના રોજ થશે.
IPL 2027 માટે રિટેન્શન અને રિલીઝ કેટલા વાગ્યે થશે?
IPL 2027 માટે રિટેન્શન અને રિલીઝ લાઈવ તમે જોઈ શકો છો. પરંતુ પ્રસારણના સમયને લઈ કોઈ સ્પષ્ટ જાણકારી નથી. કેટલાક રિપોર્ટ મુજબ સાંજે 5 કલાકે લાઈવ જોઈ શકો છો. કેટલાક રિપોર્ટ મુજબ પ્રસારણ સમય સાંજે 6 કલાક નક્કી બતાવવામાં આવી રહ્યો છે.
આઈપીએલ 2027 માટે ખેલાડીઓનું રિટેશન અને રિલીઝને ભારતમાં ક્યાં લાઈવ જોઈ શકશો?
આઈપીએલ 2027 માટે ખેલાડીઓનું રિટેશન અને રિલીઝને ભારતમાં સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ જોઈ શકો છો. તેમજ લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકશો.
ખેલાડીઓના રિટેશન અને રિલીઝ પછી આઈપીએલ 2027ના મિની ઓક્શન ક્યારે અને ક્યાં થશે?
આઈપીએલ 2027 માટે ખેલાડીઓનું રિટેશન અને રિલીઝ પછી મિની ઓક્શનનું આયોજન 16 ડિસેમ્બર 2026ના રોજ ગોવામાં થશે.
મિની ઓક્શન માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ શું છે?
16 ડિસેમ્બરના રોજ થનારા મિની ઓક્શન માટે ખેલાડીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે.
મિની ઓક્શન માટે ફ્રેન્ચાઈઝીની પાસે ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ સોંપવાની ડેડલાઈન શું છે?
મિની ઓક્શન માટે ફ્રેન્ચાઈઝીની પાસે ખેલાડીઓના ફાઈનલ લિસ્ટ સોંપવાની ડેડલાઈન 1 ડિસેમ્બર છે.
