શ્રીલંકામાં શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં અત્યારસુધીમાં 290 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. આ બધામાં 6 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. શ્રેણીબધ્ધ વિસ્ફોટમાં ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલને નિશાન બનાવાયા છે.
આ પણ વાંચો: વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી
આ વિસ્ફોટમાં 46 વર્ષના એંન્ડર્સ હોલ્શ પોલ્સ જે સ્કોટલેન્ડના સૌથી મોટા જમીન માલિક છે અને તે યુકેમાં બીજો ક્રમાંક ધરાવે છે. મિરર વેબસાઈટના અહેવાલ પ્રમાણે અંડરેસનના 4 બાળકો જે પોતાનું વેકેશન ગાળવા માટે શ્રીલંકા પહોંચ્યા તેમાંથી ત્રણનું મોત વિસ્ફોટમાં થયું છે. તેઓ ડેનમાર્કના સૌથી મોટા અરબપતિ છે.
રવિવારના રોજ કુલ 8 શ્રેણીબધ્ધ વિસ્ફોટ થયા હતા તેમાં 290 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટના લીધે શ્રીલંકામાં ઈમરજન્સી લગાવી દેવાઈ છે. ભારતે તમામ મદદ કરવાની શ્રીલંકાને ખાતરી આપી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]