આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર

સરકારે PLI યોજના હેઠળ 40 GW ના સોલર મોડ્યુલ માટે બિડ માંગી છે જેમાં ટાટા(TATA Group), રિલાયન્સ(Reliance) અને અદાણી ગ્રુપ(Adani Group) ત્રણેય બોલી લગાવી શકે છે. આ બિડ માટે કુલ 18 કંપનીઓએ રસ દર્શાવ્યો છે જેમાં દેશના મોટા નામોનો પણ સમાવેશ થાય છે.

આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા  Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર
Ratan Tata , Mukesh Ambani & Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 7:40 AM

દેશના ત્રણ મોટા કારોબારી દિગ્ગ્જ મુકેશ અંબાણી(Mukesh Ambani), ગૌતમ અદાણી(Gautam Adani) અને ન ટાટા ગ્રુપ(TATA Group) વચ્ચે સમયાંતરે કારોબારી સ્પર્ધાના અહેવાલ મળતાં રહે છે. એક તરફ ગૌતમ અદાણી અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ગ્રીન એનર્જીને લઈને રેસ શરૂ થઇ છે તો બીજી બાજુ ટાટા ગ્રુપે ઈ-કોમર્સ ક્ષેત્રમાં પ્રવેશ કરીને જિયોને ટક્કર આપવાનું મન બનાવી લીધું છે.

હવે ખાસ વાત એ છે કે આ ત્રણેય એક જ પ્રોજેક્ટને હાંસલ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. હકીકતમાં સરકારે PLI યોજના હેઠળ 40 GW ના સોલર મોડ્યુલ માટે બિડ માંગી છે જેમાં ટાટા(TATA Group), રિલાયન્સ(Reliance) અને અદાણી ગ્રુપ(Adani Group) ત્રણેય બોલી લગાવી શકે છે. આ બિડ માટે કુલ 18 કંપનીઓએ રસ દર્શાવ્યો છે જેમાં દેશના મોટા નામોનો પણ સમાવેશ થાય છે.

કયા દિગ્ગ્જ મેદાનમાં ઉતર્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, અદાણી સોલર, એક્મે સોલર અને વિક્રમ સોલર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ સોલર મોડ્યુલોના માટે કોન્ટ્રાક્ટ માટે બોલી લગાવી શકે છે. સરકાર 40 GW ટેન્ડર માટે જબરજસ્ત પ્રતિસાદની અપેક્ષા રાખે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર મોટી કંપનીઓ આ પ્રોજેક્ટમાં રસ દાખવી રહી છે અને તેઓ શરૂઆતથી અંત સુધી સૌર ઉત્પાદન માટે પ્રતિબદ્ધ છે તેવી અપેક્ષા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટેન્ડર કોની પાસે જશે? રવિવાર સુધી આ યોજના માટે લગભગ 40 ગીગાવોટ માટે લગભગ 18 બિડ મળી હતી જેમાં ઘણી મોટી કંપનીઓ પણ સામેલ છે. મંગળવારે ટેન્ડર અંગે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ટાટા , અંબાણી અને અંબાણી પૈકી આ ટેન્ડર કોને જાય છે તે જોવું રસપ્રદ રહેશે. અધિકારી અનુસાર અમે મહત્તમ 10 GW સમાવી શકીએ છીએ. ઘણી કંપનીઓ વેફર્સથી મોડ્યુલ્સ સુધીની અમારી અપેક્ષાઓથી વિપરી, મોડ્યુલ પ્લાન્ટ્સમાં સંપૂર્ણપણે સંકલિત પોલીસીલીકોન સ્થાપિત કરી શકે છે.

એપ્રિલમાં મંજૂરી મળી હતી કેન્દ્રીય કેબિનેટે એપ્રિલમાં રૂ 4,500 કરોડના ખર્ચ સાથે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલોના ઉત્પાદન માટે PLI યોજનાને મંજૂરી આપી હતી. પ્રોત્સાહનમાં 10 GW ઉચ્ચ કાર્યક્ષમતા સંકલિત સોલર પીવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જોડવાની અને સોલર પીવી ઉત્પાદનમાં લગભગ 17,200 કરોડ રૂપિયાનું સીધું રોકાણ લાવવાની અપેક્ષા છે.

આ પણ વાંચો :Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલની શું છે નવી કિંમત

આ પણ વાંચો : NEW IT PORTAL : નવા Income Tax Portal ના લોન્ચિંગ બાદ 3 કરોડ Tax Payers સફળતાપૂર્વક લોગીન કરાયું, Infosys એ ડેટા જાહેર કર્યા

g clip-path="url(#clip0_868_265)">