અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા, જુઓ
અંબાજી નજીક એક અકસ્માતમાં બે કારના સવારોને મોત માત્ર બે વેંત છેટું રહી ગયુ હતુ. પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ ગયો હતો. જેમાંથી પથ્થર બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યા હતા. જેમાં બંને કારમાં સવાર લોકોને માટે મોત જાણે કે સહેજ માટે હાથ તાળી આપી ગયુ હોય એમ કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં એક અકસ્માતમાં બે કારમાં સવારમાં લોકોને જાણે કે સહેજ માટે જીવ બચી ગયો હતો. બંને કારમાં સવાર લોકોને નવી જિંદગી મળ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજી નજીક એક હાઈડ્રોલીક ટ્રક પથ્થર ભરેલી હતી અને જે પલટી ગઈ હતી. બાજુમાંથી જ પસાર થતી બે કાર પર પથ્થર પડવાને લઈ બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારને જોતા જ દેખાઈ આવે છે કે કારમાં સવાર લોકો નસીબદાર રહ્યા છે. મોંઘીદાટ કારનો પળવારમાં જ કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બંને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર બંને તરફ લાંબી લાઈનો વાહનોની જામી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News