Ukraine Russia War: યુક્રેનની સેનાએ પ્રથમ વખત હેલિકોપ્ટર (Ukraine Attack on Russia) દ્વારા રશિયન ધરતી પર હવાઈ હુમલો (Air Strike) કર્યો છે. અહીં એક ઓઈલ સ્ટોરેજ ફેસિલિટી ઉડાવી દેવામાં આવી છે. પ્રદેશના રાજ્યપાલે શુક્રવારે આ દાવો કર્યો છે. બેલગોરોદ શહેરના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે વહેલી સવારે એક ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, પેટ્રોલ ડેપોમાં આગ લાગી હતી કારણ કે તેના પર યુક્રેનિયન આર્મીના (Ukraine Army) બે હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેઓ ઓછી ઊંચાઈએ રશિયન વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુક્રેનના અધિકારીઓએ કથિત હુમલાની પુષ્ટિ કરી નથી.
ઈમરજન્સી સિચ્યુએશન મંત્રાલયે ઈન્ટરફેક્સને જણાવ્યું હતું કે, બેલગોરોદ શહેરમાં ડેપોમાં આઠ ટેન્કોમાં આગ લાગી હતી. લગભગ 200 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્લેડકોવે જણાવ્યું હતું કે, બે ઓઇલ ડેપોના કામદારોને સામાન્ય ઇજાઓ થઇ હતી. કોઈ મૃત્યુના અહેવાલ નથી. ઓઇલ ડેપોના માલિક રોસનેફ્ટે રશિયન સમાચાર એજન્સીઓને જણાવ્યું કે, તેણે તેના કર્મચારીઓને પરિસરમાંથી કાઢી મૂક્યા છે. બેલગોરોદના મેયર એન્ટોન ઈવાનોવે જણાવ્યું હતું કે, જે લોકોના ઘર ડેપોની નજીક હતા તેઓને આગ બુઝાઈ ન જાય ત્યાં સુધી બેલગોરોદ એરેનામાં લઈ જવામાં આવ્યા હતા.
આ પહેલા બુધવારે, બેલગોરોદમાં હથિયારોના ડેપોમાંથી વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ વિસ્ફોટો વિશે કોઈ સ્પષ્ટતા આપી ન હતી. બેલગોરોદ યુક્રેનિયન શહેર ખાર્કિવથી લગભગ 80 કિલોમીટર દૂર છે, જે 24 ફેબ્રુઆરીએ મોસ્કોએ યુક્રેન પર તેનું યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ભારે રશિયન બોમ્બમારો હેઠળ છે. રશિયા તેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન કહી રહ્યું છે, હુમલો કે આક્રમણ નહીં.
રશિયાની સેનાએ શુક્રવારે યુક્રેનને ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ સાઇટનું નિયંત્રણ પાછું યુક્રેનને (Ukraine) સોંપ્યું અને રેડિયેશન-દૂષિત સાઇટને છોડી દીધી હતી. યુક્રેનના અધિકારીઓએ આ માહિતી આપી હતી. રશિયાએ એક મહિના કરતા પણ વધુ સમય પહેલા ચેર્નોબિલ કબજે કરી લીધું હતું. આ સાથે જ કિવની બહાર અને અન્ય મોરચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનની સરકારી ઊર્જા કંપની એનર્ગોઆટમે કહ્યું કે, સૈનિકો બંધ પ્લાન્ટમાંથી રેડિયેશનનો ભોગ બની રહ્યા હતા, જે બાદ તેઓ ચેર્નોબિલ છોડીને ચાલ્યા ગયા. જો કે, સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરી શકાતી નથી.
આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત