Heeraben Modi Health : વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત સુધારા તરફ, PM મોદી દિલ્હી જવા થયા રવાના
Heeraben Modi Health Updates LIVE : વડાપ્રધાન મોદીના માતા હીરાબાને તેમની ઊંમરના કારણે તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદ સારવાર અર્થ લાવવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સુધારા પર છે, હોસ્પિટલ દ્વારા સત્તાવાર આ માહિતી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે. યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. હીરા બાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પણ માતાની ખબર અંતર પુછવા અમદાવાદ પહોંચ્યા છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક આવે છે, ત્યારે આજે પણ પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાનના આગમનની સંભાવનાના પગલે યુ એન મહેતા હોસ્પિટલમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
LIVE NEWS & UPDATES
-
PM Modi Mother Health Update LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુ એન મહેતા હોસ્પિટલથી દિલ્હી જવા થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુ એન મહેતા હોસ્પિટલથી દિલ્હી જવા રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ દોઢ કલાક જેટલો સમયગાળો યુ એન મહેતા હોસ્પિટલમાં ગાળ્યો. આ દરમિયાન તેમણે તબીબો પાસેથી તેમના માતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. તબીબો દ્વારા તેમના માતાના સ્વાસ્થ્યમાં સુધારો થયા અંગેની માહિતી આપવામાં આવી. જે પછી આસ્વસ્થ થયા બાદ PM મોદી યુ એન મહેતા હોસ્પિટલથી નીકળી ગયા છે. તેઓ દિલ્હી જવા રવાના થયા છે.
-
PM Modi Mother Health Update LIVE : હીરાબાના સ્વાસ્થ્યને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ
હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ મહેસાણાના વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી છે. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિશેષ પૂજા કરાઈ છે. હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરાયો છે. હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરાઈ રહી છે. વિદ્વાન ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરાઈ છે.
મહેસાણા : હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના, રુદ્રાભિષેક રુદ્ર પાઠ કર્યા | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/uV1U6yrprF
— Tv9 Gujarati (@tv9gujarati) December 28, 2022
-
-
PM Modi Mother Health Update LIVE : હીરા બાની તબિયત સુધારા તરફ હોવાની તબીબોએ આપી માહિતી
PM મોદીના માતા હીરા બાની તબિયત હાલ સુધારા પર છે. યુ એન મહેતા હોસ્પિટલના તબીબો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. UN મહેતા હોસ્પિટલમાં હીરા બા હાલ સારવાર હેઠળ છે.
હીરાબાની તબિયતને લઇને મોટા સમાચાર; હીરાબાનું સ્વાસ્થ્ય સુધારા તરફ#UNMehta #Ahmedabad #Heeraben #Gujarat #TV9News pic.twitter.com/L3dWmtRc34
— Tv9 Gujarati (@tv9gujarati) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : નેતાઓએ ટ્વીટ કરીને હીરા બા માટે કરી પ્રાર્થના
PM મોદીના નાદુરસ્ત સ્વાસ્થ્ય અંગે જાણકારી મળતા જ એક પછી એક નેતાઓ હીરા બા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અમિત ઠાકર, જીતુ વાઘાણી, અરવિંદ રૈયાણી, જગદીશ પંચાલ, નીતિન પટેલ, પુરષોત્તમ રૂપાલા દ્વારા ટ્વીટ કરીને હીરા બા માટે પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના માતૃશ્રી પૂજય હીરાબા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેઓ ઝડપથી સ્વસ્થ અને નિરામય થાય એજ ઇશ્વર પ્રાર્થના.🙏@PMOIndia pic.twitter.com/hPbejomSdy
— Amit Thaker (@AmitThakerBJP) December 28, 2022
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की माताजी हीराबा के अस्वस्थ होने के समाचार से मन क्षुब्ध है।
ईश्वरीया महादेव से मां हीराबा के शीघ्र स्वास्थ्य लाभ की मंगल कामना।
— Parshottam Rupala (@PRupala) December 28, 2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબા ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.. pic.twitter.com/9LkyC3uLqv
— Arvind Raiyani (@iArvindRaiyani) December 28, 2022
પૂજ્ય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના… pic.twitter.com/qx372KONia
— Nitin Patel (@Nitinbhai_Patel) December 28, 2022
વંદનીય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના..🙏 pic.twitter.com/qZvpTkDFEO
— Jitu Vaghani (@jitu_vaghani) December 28, 2022
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતાશ્રી હીરાબા ઝડપથી સ્વસ્થ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.🙏🏻 pic.twitter.com/1eq3VGTrcd
— Jagdish Vishwakarma (@MLAJagdish) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : PM મોદીના હોસ્પિટલમાં પહોંચ્યાના દ્રશ્યો સામે આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુ એન મહેતા હોસ્પિટલમાં પહોંચવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો ફકત TV9 ગુજરાતી પાસે સૌપ્રથમ આવ્યા છે. વડાપ્રધાન હોસ્પિટલની ટીમ સાથે હીરા બાના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી રહ્યા છે.
-
-
PM Modi Mother Health Update LIVE : રાજસ્થાનના CM અશોક ગેહલોતે હીરા બા માટે કરી પ્રાર્થના
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ PM મોદીના માતા હીરા બાનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાર્થના કરી છે.
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी की माताजी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ। मैं ईश्वर से उनके जल्द स्वस्थ होने की कामना करता हूं।
— Ashok Gehlot (@ashokgehlot51) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : CM ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલથી રવાના
હીરા બાના સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળતા જ વહેલી સવારથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ યુ એન મહેતા હોસ્પિટલમાં હાજર હતા. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોસ્પિટલ પહોંચ્યાને થોડો સમય થયો છે. ત્યારે તેમની સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલથી નીકળી ગયા છે. હાલ હોસ્પિટલમાં PM મોદી અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હાજર છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલથી નીકળી ગયા છે. હાલ હોસ્પિટલમાં PM મોદી અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હાજર | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/sZ2z6uyFYM
— Tv9 Gujarati (@tv9gujarati) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : પૂર્વ CM વિજય રુપાણીએ હીરા બાના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વડાપ્રધાન મોદીના માતા હીરા બાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પ્રાર્થના કરી છે.
પૂજ્ય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના… pic.twitter.com/y6p2dDFiMS
— Vijay Rupani (@vijayrupanibjp) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતા હીરા બાના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા અમદાવાદના યુ એન મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં CM ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિત કેટલાક ધારાસભ્યો અને સાંસદ પણ પહેલેથી જ હાજર છે.
PM #NarendraModi has reached #UNMehta hospital ; PM’s mother #Heeraba has been admitted to hospital#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/uGpJxGFkrw
— Tv9 Gujarati (@tv9gujarati) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. આ પહેલા માહિતી હતી કે વડાપ્રધાન મોદી 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચશે. જો કે વડાપ્રધાન સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન મોદી સીધા જ યુ એન મહેતા હોસ્પિટલ જવા રવાના થયા છે.
-
PM Modi Mother Health Update LIVE : આજે મળેલી કેબિનેટનું નહીં થાય બ્રીફિંગ
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ અંગે પત્રકાર પરિષદ નહીં યોજાય. સાંજે ચાર કલાકે કેબિનેટનું બ્રીફિંગ થવાનું હતુ, જો કે વડાપ્રધાનના માતાની નાદુરસ્ત તબિયતના કારણે વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે કેબિનેટની બેઠકમાં હાજરી આપનાર નેતાઓ પણ ધીરે ધીરે અમદાવાદ પહોંચી રહ્યા છે. જેના પગલે કેબિનેટનું બ્રીફિંગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
PM Modi Mother Health Update LIVE : યુ એન મહેતા હોસ્પિટલના દર્દીઓના સગાને અપાઇ અગત્યની સૂચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હોવાથી અને થોડી જ વારમાં વડાપ્રધાન મોદી હોસ્પિટલમાં પહોંચવાના હોવાથી યુ એન મહેતાના તમામ દર્દીઓના સગાને અગત્યની સૂચના આપી દેવામાં આવી છે. સૂચના મુજબ દર્દી સાથે નક્કી કરાયેલા એક જ વ્યક્તિ હાજર રહી શકશે. પ્રધાનમંત્રીના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર દર્દીના સગા કરી શકશે નહીં. દર્દીના સગાઓની અવરજવર પર રોક લગાવાઇ છે. માત્ર એક જ ગેટથી નક્કી કરાયેલા લિમિટેડ સગાને જ એન્ટ્રી અપાઈ રહી છે.
-
PM Modi Mother Health Update LIVE : અમદાવાદ પોલીસ કમિશનરનું રાત્રે 12 વાગ્યા સુધી નો ફ્લાય ઝોનનું જાહેરનામું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત નાદુરસ્ત છે. ત્યારે વડાપ્રધાન મોદી તેમના માતાના ખબર અંતર જાણવા થોડી જ વારમાં અમદાવાદ પહોંચવાના છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. અમદાવાદમાં 12 વાગ્યા સુધી નો ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
-
PM Modi Mother Health Update LIVE : રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરા બાના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
વડાપ્રધાનના માતાના નાદુરસ્ત સ્વાસ્થ્ય અંગે સમાચાર સાંભળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્યના સુધારા માટે પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરા બાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : જાહેર મંચ પર પણ માતાનું નામ લેતાની સાથે જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ જતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નો તેમનાં માતા હીરાબા (Hiraba) સાથે ખુબ જ ઇમોશનલ સંબંધ રહ્યો છે. મોદી ઘણી વખત જાહેર મેચ પરથી માતા વિશે વાત કરતી વખતે ભાવુક બની ગયા હોવાના દાખલા છે. જાહેર કાર્યક્રમોમાં ભાષણ આપતી વખતે મોદી જ્યારે તેમનાં માતાનો ઉલ્લેખ કરે છે ત્યારે તે ભાવુક બની જાય છે. મોદી જેવા મજબુત મનોબળવાળા માણસ જ્યારે જાહેરમાં ભાવુક બની જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તેમના દિલમાં તેમની માતા માટે કેટલી પ્રબળ લાગણીઓ ધરબાયેલી છે.
કેલિફોર્નિયામાં આવેલા ફેસબુકના હેડક્વાર્ટર ખાતે મોદી અને માર્ક ઝુકેરબર્ગ વચ્ચે થયેલા વાર્તાલાપ દરમિયાન જોવા મળ્યો હતો. આ વીડિયોમાં મોદી કહે છે કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા જીવનમાં મારા મિતાપિતાનો બહુ મોટો રોલ રહ્યો છે. હું ખબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. હું રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો. અમારા પિતાજી તો રહ્યા નથી. માતાજી છે જે 90 વર્ષથી વધુ ઉંમરનાં છે તો પણ પોતાના તમામ કામ જાતે જ કરે છે. ભણેલાં નથી પણ ટીવીમાં સમાચાર જોઈને દુનિયામાં શું થાય છે તેના સમાચાર મેળવી લે છે. અમે નાના હતા ત્યારે મારી માતા આજુબાજુનાં ઘરમાં વાસણ ધોવા, પાણી ભરવા, મજુરી કરવા… આટલું જ માંડ બોલી શક્યા હતા અને તે ભાવુક બની ગયા હતા.
-
PM Modi Mother Health Update LIVE : એરપોર્ટથી યુ એન મહેતા હોસ્પિટલ સુધી ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાના ખબર અંતર પુછવા માટે થોડી જ વારમાં અમદાવાદ પહોંચવાના છે. વડાપ્રધાનના આગમનના પગલે અમદાવાદ એરપોર્ટથી યુ એન મહેતા હોસ્પિટલ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે .
-
PM Modi Mother Health Update LIVE : PM મોદી અને હીરા બાના ફોટો સાથે સોશિયલ મીડિયામાં પ્રાર્થનાઓ
હીરા બાની નાદુરસ્ત તબિયતના સમાચાર પ્રસારિત થતા જ સોશિયલ મીડિયામાં પ્રાર્થનાઓ શરુ થઇ ગઇ છે. સોશિયલ મીડિયામાં લોકો PM મોદી અને હીરા બાના સાથે હોય તેવા ફોટો મુકીને પ્રાર્થના કરી રહ્યા છે.
-
PM Modi Mother Health Update LIVE : PM મોદી સાંજે 4 વાગ્યા સુધીમાં પહોંચશે અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થઇ ચુક્યા છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પરથી માતાના ખબર અંતર જાણવા માટે સીધા જ અમદાવાદના યુ એન મહેતા હોસ્પિટલ પહોંચશે.
-
PM Modi Mother Health Update LIVE : CM ભૂપેન્દ્ર પટેલ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચી ચુક્યા છે. હીરા બાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળીને મુખ્યમંત્રી તેમના ખબર અંતર પહોંચવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હીરા બાની તબિયત હાલ સ્થિર છે.
#HeerabenModi, mother of Prime Minister Narendra Modi admitted: CM Bhupendra Patel arrives at UN Mehta Hospital, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/g8NRfKERuc
— Tv9 Gujarati (@tv9gujarati) December 28, 2022
-
PM Modi Mother Health Update LIVE : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા
વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત સ્થિર છે, હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખબર અંતર પુછવા યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.
-
PM Modi Mother Health Update LIVE : CM ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં યુ એન મહેતા હોસ્પિટલ પહોંચશે
હીરાબાની તબિયત હાલ સ્થિર છે. હોસ્પિટલ પર મંત્રીઓ, અધિકારીઓ પહોંચી રહ્યા છે. માહિતી મુજબ CM ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં યુ એન મહેતા હોસ્પિટલ પહોંચશે.
-
PM Modi Mother Health Update LIVE : હીરાબાના ખબર અંતર પુછવા ધારાસભ્યો હોસ્પિટલ પહોંચ્યા
આજે હીરાબાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના ખબર અંતર પુછવા હાલ ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
-
Heeraba Health Update Live: યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી
વડાપ્રધાન મોદીના માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
-
PM Modi Mother Health Update LIVE : હાલ PM મોદીના માતા હીરાબાની તબિયત સ્થિર
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે હીરાબાની તબિયત સુધારા પર છે. આપને જણાવી દઈએ કે, વહેલી સવારથી કાર્ડિયોલોજી વિભાગમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી.
Published On - Dec 28,2022 1:38 PM