શાંતિના ખોટા ઢોંગ વચ્ચે ઇમરાન ખાન સરકારની નફ્ફટાઇ, કાશ્મીરમાં પાકિસ્તાન ચાલી રહ્યું છે 1947ની ‘નાપાક’ ચાલ

એક તરફ દુનિયાની સામે દેખાડો કરવા માટે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યું હોય પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ હોય તેમ સામે આવી રહ્યું છે. પાકિસ્તાનને સમજાઇ ગયું છે કે આતંકવાદી સંગઠનોની મદદ વગર ભારત પાસેથી જમ્મુ કાશ્મીર જીતી શકવાની સ્થિતિમાં નથી. આ જોતાં પાકિસ્તાન ફરી એક વખત 1947ની ચાલ […]

શાંતિના ખોટા ઢોંગ વચ્ચે ઇમરાન ખાન સરકારની નફ્ફટાઇ, કાશ્મીરમાં પાકિસ્તાન ચાલી રહ્યું છે 1947ની 'નાપાક' ચાલ
Follow Us:
| Updated on: Mar 07, 2019 | 4:49 AM

એક તરફ દુનિયાની સામે દેખાડો કરવા માટે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યું હોય પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ હોય તેમ સામે આવી રહ્યું છે. પાકિસ્તાનને સમજાઇ ગયું છે કે આતંકવાદી સંગઠનોની મદદ વગર ભારત પાસેથી જમ્મુ કાશ્મીર જીતી શકવાની સ્થિતિમાં નથી. આ જોતાં પાકિસ્તાન ફરી એક વખત 1947ની ચાલ ચાલીને કાશ્મીર પર કબ્જો કરવાની નાપાક હરકત કરવા માગે છે.

અંગેજી અખબારના અહેવાલ અનુસાર જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની સંસદમાં વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની વાત કરી રહ્યા હતા ત્યારે સેના અને સરકારી અધિકારીઓ ખૈબર પખ્તૂન ખ્વાહમાં ત્યાંના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જેમાં બાલાકોટના સ્થાનિક લોકોને ઉશ્કેરીને તેમની મદદથી ભારત વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ઇચ્છા રાખી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

ખૈબર પ્રાંત ઉપરાંત ત્યાં ફેડરલી એડમિનિસ્ટરર્ડ ટ્રાઇબલ એરિયા (FATA)ના લોકોને પણ ભડકાવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની અખબારોના અનુસાર બ્રિગેડ કમાન્ડર વકાસ જફર રાજા અને અન્ય અધિકારીઓએ સ્થાનિક નેતાઓ સાથે વાત કરી અને તેમને ઉશ્કેરવાની શરૂઆત કરી છે. જે પછી FATA ના અલગ અલગ નેતાઓ વચ્ચે પણ મહાસભા કરી ભારત વિરૂધ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ તરફ પાકિસ્તાન દ્વાર હાલમાં તેની સરહદ પર સૈનિકોની સંખ્યામાં વધારો કરવાની સાથે હથિયારોના જથ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. સૈન્ય સૂત્રના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા તેની અફઘાનિસ્તાન સાથેની સરહદ પરથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરીને ભારત સાથેની સરહદ પર સૈનિકોની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા

ભારત દ્વારા પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી છે કે તેઓ LOC નજીક નાગરિકોને પોતાનો નિશાનો ન બનાવે, આ વખતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે આ રીતની હરકત જો પાકિસ્તાન ચાલુ રાખશે તો પરિણામ ખૂબજ ખરાબ આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">