18-4-2024

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન પણ છે ફાયદાકારક

Pic - istock

 કેરીના પાન એટલે કે આંબાના પાન પણ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે.

આંબાના પાન પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ આંબાના પાનનું સેવન કરી શકો છો.

શરુઆતની ડાયાબિટીસ હોય ત્યારે આંબાના પાનનું સેવન લાભદાયક છે.

કિડનીની પથરીથી છુટકારો અપાવવામાં પણ આંબાના પાન ખૂબ જ અસરકારક છે.

નહાવાના પાણીમાં કેરીના પાન નાખીને સ્નાન કરવાથી તણાવ દૂર કરવામાં મદદ કરશે.

શરદી કે શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં કેરીના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આંબાના પાનને પાણીમાં પલાળી તે પાણીનું સેવન કરી શકો છે. તેનો પાવડર અથવા તો પાનને ચાવીને ખાઈ શકો છો.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.