કાયમ મફત જોઈતા હોય તો ઘરના કૂંડામાં જ ઉગાડો લીંબુ, જાણો રીત

18 April, 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં લીંબુની માંગ ખૂબ જ વધી જાય છે, કારણ કે તેનો રસ પીવાથી શરીરને ઠંડક અને ઊર્જા મળે છે.

Image - Socialmedia

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને એનર્જી આપવાનું તથા ડિહાઈડ્રેશનથી બચાવવાનું કામ કરે છે.

Image - Socialmedia

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે જ કૂંડામાં લીંબુનો છોડ ઉગાડી શકો છો.

Image - Socialmedia

લીંબુનો છોડ ઉગાડવા માટે એક મોટી સાઈઝનું માટીનુ કે સિમેન્ટનું કૂંડુ લઈ આવો અને તેમાં માટી અને છાણીયું ખાતર ભેળવીને ભરો.

Image - Socialmedia

જે બાદ લીંબુના તૈયાર બીજ બજારમાં મળે છે તેને લઈ આવો અને બીજને આગલી રાતે પાણીમાં પલાળી દો

Image - Socialmedia

આ બાદ બીજે દિવસે જે કૂંડામાં માટી અને ખાતર ભરેલું છે તેમાં વચ્ચો વચ્ચ 2 થી 3 ઈંચની ઉંડાઈએ પલાળેલા બીજને દાટી દો અને ઉપર માટી અને ખાતરથી કવર કરી લો

Image - Socialmedia

લીંબુના છોડને દિવસમાં એકવાર પાણી આપો. જો કે, ધ્યાનમાં રાખો કે કૂંડામાં  વધારે ભેજ ન રહે નહીં તો છોડના મૂળ સડવા લાગશે

Image - Socialmedia

આથી તમે કૂંડામાં નીચે નાનો હોલ પણ કરી શકો છો જે વધારાનું પાણી બહાર કાઢી દેશે

Image - Socialmedia

હવે તને થોડા દિવસોમાં જોઈ શકશો કે લીંબુના બીજ માંથી નાના પાન ફુટવા લાગશે, પણ લીંબુ મેળવવા માટે તમારે રાહ જોવી પડશે. 

Image - Socialmedia