લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે 102 સીટ પર મતદાન થવાનુ છે. આ સીટો પર 1625 ઉમેદવારો મેદાને છે. જેમા 1491 પુરુષો અને 134 મહિલા ઉમેદવારો છે. જેમા અનેક ચહેરા એવા છે જેમની આ ચૂંટણીમાં પ્રથમવાર નસીબ અજમાવી રહ્યા છે.
લોકશાહીના આ મહાપર્વમાં ફરીએકવાર મતદાતાઓ તેમના મતાધિકારનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનુ છે. પ્રથમ ફેઝમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાતાઓ તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ખાસ વાત એ છે કે મોદાી સરકારના 8 મંત્રીઓ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીતનો નિર્ણય થશે. આ ઉપરાંત પણ અનેક VIP બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.
લોકસભા ચૂંટણી માટે પ્રથમ ચરણ માટે 102 સીટો પર મતદાન થશે. જેમા 1625 ઉમેદવારો મેદાને છે, જેમા 1491 પુરુષો અને 134 મહિલા ઉમેદવારો મેદાને છે. જેમાંથી અનેક એવા ચહેરા જે પહેલીવાર કિસ્મત અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા ચહેરા પણ છે જે છેલ્લા લાંબા સમયથી જીતની ગેરંટી બની રહ્યા છે. પહેલા તબક્કામાં પશ્ચિમી યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સહિત 21 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં મતદાન થશે. જેમા સૌથી વધુ નજરો તમિલનાડુ પર ટકેલી રહેશે. અહીં રાજ્યની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન સંપન્ન થઈ જશે.
અહી આ બેઠકો પર થશે મતદાન
પ્રથમ ચરણમાં પ્રશ્ચિમી ઉત્તરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થવાનુ છે. જેમાં રાજસ્થાનની 12, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની તમામ 39 બેઠક પર ચૂંટણી થશે, આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની 2, અસમની 4, મધ્યપ્રદેશી 6, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ ત્રિપુરા સહિત 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનુ છે. તેમા કેટલીક બેઠકો VIP જેના પર સત્તાધારી પાર્ટી અને વિપક્ષના મોટા નેતા ચૂંટણીના રણમાં છે.
8 મંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની કિસ્મત દાંવ પર
પ્રથમ ચરણમાં 8 મંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની કિસ્મત દાંવ પર લાગેલી છે. જેમા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર સીટથી ચૂંટણી મેદાનમાં છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ, અરુણાચલની પશ્ચિમ સીટથી કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, અસમની દિબ્રુગઢ સીટથી ડૉ સંજીવ બાલિયાન, મુઝફ્ફરનગર સીટથી જીતેન્દ્રસિંહ ઉદ્યમપુર કઠુઆ બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભૂપેન્દ્ર યાદવ અલવરથી અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બીકાનેર સીટથી ચૂંટણી લડી રહ્યા છએ. મંત્રીઓ ઉપરાંત ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ કુમાર દેવ ત્રિપુરા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તો તમિલનાડુની નીલગીરી બેઠકથી ડીએમકેના એ રાજા અને તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌદર્યરાજ ચેન્નાઈ સાઉથ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે.