ગાંધીનગર LCBએ રીઢા રિક્ષા ચોરની 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે કરી ધરપકડ, 8 ગુનાઓનો ઉકેલાયો ભેદ
ગાંધીનગર પોલીસે કમાન્ડ કંટ્રોલ નેત્રમના માધ્યમથી ગાંધીનગર જીલ્લાના સેકટર-7 તેમજ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના અસલાલી અને ખેડા જીલ્લાના નડિયાદ ટાઉનમાં નોંધાયેલ રીક્ષા ચોરીના કુલ 8 ગુનાઓનો ભેદ ઉકેલી, રીઢા વાહન ચોરને ઝડપી પાડી 9 લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમ્યાન વાહન ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં ખાસ કરીને રીક્ષા ચોરીના અનેક બનાવોની ફરિયાદો મળી હતી. જેથી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે કમાન્ડ કંટ્રોલ નેત્રમના માધ્યમથી ચોરીમાં ગયેલા વાહનો બાબતે ગાંધીનગર શહેરમાં પ્રવેશતા માર્ગોનું ટેકનિકલ સોર્સથી એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
પોલીસે માહિતીના આધારે ચોરી થયેલ રીક્ષા નંબર-GJ-18-BU-7855 ની ગાંધીનગર આર.ટી.ઓ. કચેરી નજીક ધ-રોડ ઉપરથી પસાર થનાર છે જે માહિતી આધારે પોલીસે નાકાબંધી વોચ ગોઠવી હતી જે દરમ્યાન બાતમી નંબર વાળી રીક્ષા આવતા તેને કોર્ડન કરી રીક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની ધનિષ્ઠ અને ઉંડાણ પુર્વક પુછપરછ કરતા જીલ્લા તેમજ આંતર જીલ્લામાં રીક્ષા ચોરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે પકડેલા આરોપી સંદીપસિંહ ઉર્ફે લાલો ઝાલાની પ્રાથમિક પૂછપરછમાં સામે કે તે મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા ગામનો રહેવાસી છે અને હાલ દેત્રોજ ખાતે રહે છે. તેણે
રીક્ષા ચોરીના શોધાયેલ ગુનાઓ
ગાંધીનગરના પેથાપુર તેમજ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં 5 ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના અસલાલી, ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન માં નોંધાયેલી રીક્ષા ચોરીની ફરિયાદનો ભેદ ઉકેલાયો છે.
પોલીસે કબજે કરેલ મુદ્દામાલ
પોલીસે રીક્ષા ચોર પાસેથી 8 CNG રીક્ષા, રીક્ષા ચોરીમાં ઉપયોગમાં લીધેલા એક કાળા કલરનો તથા બે વાદળી કલરના ઇલેકટ્રીક વાયરના ટુકડા મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પકડાયેલ આરોપીની મોડેસ એપેડેન્સી
પકડાયેલ આરોપી છુટક રીક્ષા ડ્રાયવિંગ કરતો હતો અને પોતે રીક્ષા ચાવી વગર સ્ટેયરિંગ નીચે આવેલ સોકેટ ખોલી વાયરો જોડી ચાલુ કરવામાં માહિર હતો. પોતે પોતાના ગામ સોજીત્રા ખાતેથી બસ મારફતે મુસાફરી કરી રીક્ષા ચોરી કરવા માટે ગાંધીનગર, અસલાલી તેમજ નડીયાદ ખાતે જતો હતો. પોતે રીક્ષા ચાલુ કરવા માટે વાયરના ટુકડા સાથે રાખતો હતો અને રીક્ષા ઉપર નજર રાખી ડ્રાઈવરની ગેર હાજરીમાં રીક્ષા વાયર વડે ચાલુ કરી પોતાના ઘરે લઈ જઈ છુપાવી દેતો હતો. આ ચોરીની રીક્ષાઓ ડ્રાઈવરો મારફતે પેસેન્જરમાં ફેરવવામાં ઉપયોગ કરતો હતો.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પકડાયેલો આરોપી વર્ષ 2022ની સાલમાં ટુ-વ્હિલર મોટર સાયકલ ચોરીમાં ખેડા જીલ્લાના નડીયાદ ટાઉન પો.સ્ટે. તેમજ મહેસાણા જીલ્લાના મહેસાણા શહેર, વિજાપુર, વિસનગર પો.સ્ટે. તેમજ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેર પો.સ્ટે. તેમજ પાટણ જીલ્લાના બહુચરાજી પો.સ્ટે. તેમજ પાટણ શહેર પો.સ્ટે. તેમજ આંણદ જીલ્લાના વિધ્યાનગર પો.સ્ટે. મળી કુલ 13 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે.