તળિયાઝાટક તિજોરીના કારણે નવસારી પાલિકાના કામો અટવાયા, સામી ચૂંટણીએ ગરમાયું રાજકારણ
પાલિકાઓ શહેરોના વિકાસની દશા અને દિશા નકકી કરતી હોય છે ત્યારે નવસારી નગરપાલિકાની તળિયાઝાટક તિજોરીના કારણે શહેરના મહત્ત્વના કામો અટવાઈ પડ્યા છે અને પાલિકાનું રાજકારણ ગરમાયું છે. અઢી લાખની વસ્તી ધરાવતું નવસારી શહેર નગરપાલિકાનું માળખું ધરાવે છે જેમાં પાલિકાએ શહેરને જરૂરી સુવિધાઓ માટે કમર કસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા પાસે ભંડોળના અભાવે પ્રોજેક્ટો […]
પાલિકાઓ શહેરોના વિકાસની દશા અને દિશા નકકી કરતી હોય છે ત્યારે નવસારી નગરપાલિકાની તળિયાઝાટક તિજોરીના કારણે શહેરના મહત્ત્વના કામો અટવાઈ પડ્યા છે અને પાલિકાનું રાજકારણ ગરમાયું છે.
અઢી લાખની વસ્તી ધરાવતું નવસારી શહેર નગરપાલિકાનું માળખું ધરાવે છે જેમાં પાલિકાએ શહેરને જરૂરી સુવિધાઓ માટે કમર કસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા પાસે ભંડોળના અભાવે પ્રોજેક્ટો અટકી પડ્યા છે. તળાવો જોડવાનું, રિંગ રોડ , સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રેલ્વે ઓવરબ્રિજનું કામ અટકી પડ્યું છે.
VIDEO:
પાલિકાના શાસકો દરેક નવા કામોની દરખાસ્ત તો કરે છે પરંતુ ભંડોળના અભાવે કામો અટકી પડ્યા છે. ભંડોળના અભાવે શહેરનો વિકાસ રૂંધાયો છે. ભંડોળના અભાવે પાલિકાના અટકી પડેલા કામો ને લઈ પાલિકાનું રાજકારણ ગરમાયું છે.
નવસારી પાલિકા સંપૂર્ણ રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારના અનુદાનો પર આધારિત વિકાસ કામો કરી રહી છે. સ્વનિર્ભર થવા માટે અને આવક ઉભી કરવામાં આજ સુધી પાલિકાના શાસકો નિષ્ફળ રહ્યાં છે ત્યારે સરકારની મદદ વિના કામો અટકાવી દેવાની નોબત આવી છે. પાલિકા જો સ્વનિર્ભર બની આવકના સ્ત્રોત ઉભા કરવાની દિશામાં ડગલું ભરે તો શહેરના વિકાસ ને ચાર ચાંદ લાગી શકે તેમ છે.
[yop_poll id=1628]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]