AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આપ મહિલા છો અને લિવ ઇન રિલેશનશિપમાં છો કે જવાનું વિચારતા હોવ, તો એક વાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લે જો

લિવ ઇન પાર્ટનર વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને દુષ્કર્મ ગણવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લિવ ઇન રિલેશનશિપમાં જો પરિસ્થિતિ પુરુષના કાબૂમાંથી બહાર થવાના કારણે જો તે મહિલા સાથે લગ્ન કરવામાં નિષ્ફળ રહ્યો, તો આવી પરિસ્થિતિમાં બંનેની મરજીથી સ્થપાયેલો સંબંધ દુષ્કર્મ નહીં ગણાય. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રની એક નર્સ દ્વારા એક ડૉક્ટર વિરુદ્ધ નોંધાવાયેલી […]

જો આપ મહિલા છો અને લિવ ઇન રિલેશનશિપમાં છો કે જવાનું વિચારતા હોવ, તો એક વાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લે જો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2020 | 8:54 PM
Share

લિવ ઇન પાર્ટનર વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને દુષ્કર્મ ગણવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લિવ ઇન રિલેશનશિપમાં જો પરિસ્થિતિ પુરુષના કાબૂમાંથી બહાર થવાના કારણે જો તે મહિલા સાથે લગ્ન કરવામાં નિષ્ફળ રહ્યો, તો આવી પરિસ્થિતિમાં બંનેની મરજીથી સ્થપાયેલો સંબંધ દુષ્કર્મ નહીં ગણાય.

સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રની એક નર્સ દ્વારા એક ડૉક્ટર વિરુદ્ધ નોંધાવાયેલી એફઆઈઆરને રદ કરતાં આ ચુકાદો સંભળાવ્યો. આ નર્સ અને ડૉક્ટર લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતાં. આ રીતે દુષ્કર્મ તથા સંમતિથી સંબંધ બાંધવા વચ્ચેનો અંતર સ્પષ્ટ છે.

સાવચેતીપૂર્વક તપાસ જરૂરી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. કે. સીકરી તથા એસ. અબ્દુલ નઝીરે તાજેતરના એક ચુકાદામાં કહ્યુ હતું કે આવા કેસોની ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ થવી જોઇએ કે ફરિયાદી સાચે જ આરોપી સાથે લગ્ન કરવા માંગે છે કે તેની નીયત ખરાબ હતી. આ પણ જોવું જોઇએ કે આરોપીએ માત્ર પોતાની ઇચ્છાની પૂર્તિ માટે સંબંધ બનાવવા માટે તો મહિલાને ઝાંસો નહોતો આપ્યો.

શું હતો મામલો ?

એફઆઈઆર મુજબ નર્સ વિધવા છે અને ડૉક્ટર સાથે પ્રેમ થયા બાદ બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આરોપીનો ઇરાદો ખોટો ન હોય, તો આવા કેસોની દુષ્કર્મની શ્રેણીથી બહાર સુનાવણી થવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે સાથે આમ પણ કહ્યું કે જો તેણે ખોટા ઇરાદા સાથે સંબંધ સ્થાપ્યા હોય, તો સ્પષ્ટ રીતે દુષ્કર્મનો કેસ ગણાશે. બેંચે કહ્યું કે બે પક્ષો વચ્ચે સંમતિથી સંબંધ બનતા તેને આઈપીસીની કલમ 376 (દુષ્કર્મ) હેઠળ ગુનો ગણવામાં નહીં આવે.

કોર્ટે કહ્યું કે નર્સ અને ડૉક્ટર લાંબા સમયથી સાથે રહેતા હતાં અને જ્યારે નર્સને જાણ થઈ કે ડૉક્ટરના કોઈની સાથે લગ્ન થઈ ચુક્યા છે, ત્યારે તેણે ફરિયાદ નોંધાવી.

હકીકતમાં મુંબઈ હાઈકોર્ટે ડૉક્ટરની પોતાની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની અરજી રદ કરી નાખી હતી કે જેને ડૉક્ટરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે ડૉક્ટરના પક્ષમાં ચુકાદો આપ્યો.

[yop_poll id=448]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">