સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપમાં જોડાવાની અટકળોને લઈને કર્યો આ ખૂલાસો, જુઓ VIDEO
ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. 2 ધારાસભ્યોએ નીતીન પટેલ સાથે મુલાકાત પણ કરી છે. અલ્પેશ ઠાકોર એવો દાવો કરી રહ્યાં છે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે અને ભાજપમાં જોડાઈ શકે છે. આ અટકળોની વચ્ચે સોમનાથ વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય […]
ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. 2 ધારાસભ્યોએ નીતીન પટેલ સાથે મુલાકાત પણ કરી છે. અલ્પેશ ઠાકોર એવો દાવો કરી રહ્યાં છે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે અને ભાજપમાં જોડાઈ શકે છે. આ અટકળોની વચ્ચે સોમનાથ વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાની વાત રજૂ કરી છે.
આ પણ વાંચો: જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!
સોમનાથ વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ પક્ષની સાથે જ છે અને ભાજપ સાથે જોડાવાની તેમની કોઈ જ ઈચ્છા નથી. આમ આ રાજનીતિક અટકળો પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પૂર્ણ વિરામ મુકી દીધો છે.