દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને ફરીથી ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ સુધી નહીં શરૂ કરવામાં આવે. રેલવેએ કહ્યું કે 12 ઓગસ્ટ, 2020 સુધી કોઈ જ રેગ્યુલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ચાલશે નહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ
બુકિંગ કરાવ્યું છે તેમને રિફંડ આપવામાં આવશે.
રેલવેએ સુવિધા શરૂ કરી હતી અને તેના લીધે હજારો યાત્રીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. રેલવેએ નિવેદનમાં કહ્યું કે જે પણ યાત્રીઓએ 1 જૂનથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવ્યું છે તેમની ટીકિટ કેન્સલ કરવામાં આવી છે. જે યાત્રીઓએ આ તારીખની ટીકિટ ખરીદી હતી તેમને રિફંડ આપવામાં આવશે. આમ રેલવેએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ સંજોગોમાં ટ્રેન ચલાવવામાં આવશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
It has been decided that regular time-tabled passenger services including Mail/Express, passenger and suburban services stand cancelled up to 12.08.2020: Railway Board pic.twitter.com/2CXTGPtu4j
— tv9gujarati (@tv9gujarati) June 25, 2020
સ્પેશિયલ ટ્રેન ચાલુ રાખવામાં આવશે
આ પહેલાં પણ રેલવેએ 13મેના રોજ એક આદેશ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીની તમામ ટીકિટ જે બુક હતી તેને કેન્સલ કરવામાં આવે છે. આ તમામ યાત્રીઓને કોઈ જ કપાત વિના રિફંડ ચૂકવવામાં આવશે. જ્યારે હવે ટ્રેન કેન્સલની તારીખ પણ સરકારે વધારી દીધી છે. આમ જે લોકોએ 12 ઓગસ્ટ સુધીની ટીકિટ બુક કરાવી હતી તેમને પણ રિફંડ ચૂકવવામાં આવશે. જો કે આ પ્રતિબંધ દરમિયાન સ્પેશિયલ ટ્રેન સર્વિસ જેવી કે રાજધાની ટ્રેન કે સ્પેશિયલ મેલ અથવા એક્સપ્રેસ ટ્રેન ચાલુ રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:35 pm, Thu, 25 June 20