Panchmahal : ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો અખાદ્ય ગોળ, નમૂના તપાસ અર્થે FSLમાં મોકલ્યા

નદીસર ગામના તળાવ ફળિયા વિસ્તારમાંથી 35 કિલો ગોળનો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. હાલ કાંકણપુર પોલીસે 35 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ માટે નમૂના  FSL માં મોકલવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 9:35 AM

પંચમહાલના ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાંથી અખાદ્ય ગોળ ઝડપાયો છે. નદીસર ગામના તળાવ ફળિયા વિસ્તારમાંથી 35 કિલો ગોળનો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. હાલ કાંકણપુર પોલીસે 35 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ માટે નમૂના  FSL માં મોકલવામાં આવ્યા છે. જેથી રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરશે.

1,322 પીધેલા નશાની હાલતમાં ઝડપાયા

આપને જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણીમાં નશાના શોખીનોને સબક શીખવાડવા વલસાડ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે જિલ્લાની 35 આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 1300 થી વધુ પીધેલા લોકોને ઝડપી પાડ્યાં હતા અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસ સ્ટેશનના લોકઅપ પણ હાઉસફૂલ થઇ ગયા હતા. જેથી પોલીસને મંડપ બંધવાની અને હોલ ભાડે રાખવાની ફરજ પડી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">