પંચમહાલની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડના કૌભાંડનો આક્ષેપ, હાલોલના જાગૃત નાગરિકે અરજી કરી કર્યા ચોંકાવનારા આક્ષેપ

હાલોલની સબ રજિસ્ટ્રાર કચેરીની (Sub Registrar Office) મિલિભગતથી 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતી અરજી જાગૃત નાગરિકે કરી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે હાલોલ સબ રજિસ્ટ્રાર, ગોધરા જિલ્લા રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર એમ તમામે સાથે મળીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી સરકારી તિજોરીને 500 કરોડનો ચુનો ચોપડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 5:04 PM

પંચમહાલની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડની કથિત સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કૌભાંડના આક્ષેપ સાથે અરજી થતાં ખળભળાટ મચ્યો છે. હાલોલની સબ રજિસ્ટ્રાર કચેરીની મિલિભગતથી 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતી અરજી જાગૃત નાગરિકે કરી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે હાલોલ સબ રજિસ્ટ્રાર, ગોધરા જિલ્લા રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર એમ તમામે સાથે મળીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી સરકારી તિજોરીને 500 કરોડનો ચુનો ચોપડ્યો છે.

અરજદારે ખોટા નામથી અરજી કરી હોવાની શક્યતા

પંચમહાલ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતી અરજીમાં અધિકારીઓએ આવક કરતા અનેક ગણી સંપત્તિ એકત્રિત કરી હોવાનું જણાવવામાં આવ્યુ છે. જો કે અરજી કોણે કરી એ અંગે હજુ ભારે રહસ્ય સર્જાયું છે. કેમકે અરજદારે ખોટા નામથી અરજી કરી હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. અરજદારે વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિત અન્ય પ્રધાનો તેમજ જિલ્લા કલેક્ટરને આ અરજી પહોંચાડી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે એ તમામ અધિકારીઓની થોડા મહિના પહેલા જ બદલી થઈ ચૂકી છે. જિલ્લા કલેક્ટરે પણ અરજી મળી હોવાનું સ્વીકારી જરૂર જણાશે તો ખાસ અધિકારીની નિમણૂક કરી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">