જાનવરો વચ્ચે ઉછર્યો, ફક્ત પ્રાણીઓની ભાષા જાણતો…આ છોકરો હતો અસલી મોગલી !

|

Aug 31, 2024 | 4:07 PM

એક બાળક કે જે જંગલી પ્રાણી તરીકે ઉછરે છે અને પ્રાણીઓની વચ્ચે રહે છે. જે વરુઓ સાથે મોટો થાય છે. તમને થતું હશે કે આ એક કાલ્પનિક પાત્ર છે અને આ અશક્ય છે, પરંતુ આ હકીકત છે. વર્ષો પહેલા ભારતમાં હકીકતમાં એક છોકરો હતો જે અસલી મોગલી હતો. આ લેખમાં તેના વિશે વિસ્તારથી જાણીશું.

જાનવરો વચ્ચે ઉછર્યો, ફક્ત પ્રાણીઓની ભાષા જાણતો...આ છોકરો હતો અસલી મોગલી !
Mowgli

Follow us on

હાલના આધુનિક યુગ પહેલાના બાળકો દર રવિવારે ‘જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ’ સાંભળીને મોટા થયા છે. આ કાર્ટૂન મોગલીનું એક ગીત હતું, જે તે યુગના બાળકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જેમ કે આપણે બધા જાણીએ છીએ, મોગલી એક બાળકની કહાની હતી. જે તેના માતાપિતાથી અલગ થયા પછી પ્રાણીઓ વચ્ચે ઉછર્યું અને તેમના જેવું જ બની જાય છે.

એક બાળક કે જે જંગલી પ્રાણી તરીકે ઉછરે છે અને પ્રાણીઓની વચ્ચે રહે છે. તેનું નામ મોગલી છે. જે વરુઓ સાથે મોટો થાય છે. તમને થતું હશે કે આ એક કાલ્પનિક પાત્ર છે અને આ અશક્ય છે, પરંતુ આ હકીકત છે. વર્ષો પહેલા ભારતમાં હકીકતમાં એક છોકરો હતો જે અસલી મોગલી હતો અને મહાન લેખક રૂડયાર્ડ કિપલિંગ એ તેની કહાની પરથી પ્રેરણા લઈને આ મહાન પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તે વ્યક્તિનું નામ દિના સનિચર હતું. આ વ્યક્તિની કહાની ખૂબ જ રસપ્રદ છે.

દિના સનિચરનું જીવન મોગલી ફિલ્મ જેટલું સરળ અને રોમાંચક નહોતું. તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તેનો જન્મ 1800માં થયો હતો. અહેવાલો અનુસાર, તે વર્ષ 1867માં ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શિકારીઓને તે મળી આવ્યો હતો. જ્યારે આ શિકારીઓ જંગલમાં શિકાર માટે નીકળ્યા ત્યારે તેમણે એક છોકરો જોયો જે વરુઓ સાથે જંગલમાં ફરતો હતો.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

નવાઈની વાત એ હતી કે તે પોતાના બંને હાથ અને પગની મદદથી ચાલી રહ્યો હતો એટલે કે તે પ્રાણીઓની જેમ ચાલી રહ્યો હતો. આ જોઈને શિકારીઓને નવાઈ લાગી. તેથી તેમણે આ બાળકનો પીછો કર્યો, તો આ બાળક એક વરુ સાથે ગુફામાં ઘુસી ગયો. આ બાળકને બહાર લાવવા શિકારીઓએ ગુફામાં આગ લગાવી જે બાદ તે છોકરો વરુ સાથે બહાર આવ્યો. તે બહાર આવતાની સાથે જ શિકારીઓ દ્વારા તે બાળકને પકડી લેવામાં આવ્યો હતો. શિકારીઓ તેને માણસોની વચ્ચે લઈ ગયા, પરંતુ તે ક્યારેય સંપૂર્ણ માનવ બની શક્યો નહીં.

ફક્ત પ્રાણીઓની ભાષા જાણતો હતો

જ્યારે તે મળી આવ્યો હતો, ત્યારે તેની ઉંમર 6 વર્ષની આસપાસ હતી. તેને આગ્રાના એક અનાથાશ્રમમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમસ્યા એ હતી કે બાળક માનવ ભાષા જાણતો ન હતો અને તે મનુષ્યો સાથે રહેતો ન હતો, તેથી તેનું નામ પણ નહોતું. અનાથાશ્રમના લોકોએ તેનું નામ દીના સનિચર રાખ્યું. સનિચર એટલા માટે કારણ કે તે શનિવારે અનાથાશ્રમમાં આવ્યો હતો. બાળકને લખતા અને બોલતા શીખવવામાં આવ્યું હતું, પરંતુ તે શીખી શક્યો ન હતો. જો કે, તે ફક્ત પ્રાણીઓ જેવા અવાજો કાઢતો હતો. આમ છતાં તે બે પગ પર ચાલતા શીખી ગયો. શરૂઆતમાં તેને કપડાં પહેરવાનું પસંદ નહોતું. તે રાંધેલો ખોરાક ખાવા માંગતો ન હતો, કારણ કે તે હંમેશા કાચું માંસ ખાતો હતો.

29 વર્ષની વયે થયું અવસાન

ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે થાળીમાંથી ખાવાનું શીખી ગયો હતો, પરંતુ તેમ છતાં તે હંમેશા ભોજનની ગંધ લઈને જ ખાતો હતો. અનાથાશ્રમમાં તેની મિત્રતા બીજા એક છોકરા સાથે થઈ અને તેણે મનુષ્યો વિશે એક વસ્તુ શીખી તે હતી ધૂમ્રપાન. તે બીજા છોકરાને કારણે દીના સનિચરને ધૂમ્રપાનની એટલી લત લાગી ગઈ કે તેને ટીબી થઈ ગયો જેના કારણે તે માત્ર 29 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.

લોકોએ દિના સનિચરને સમાજમાં પાછો લાવવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેના જીવનના પ્રથમ છ વર્ષ વરુઓ વચ્ચે વિતાવ્યા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ જ કારણ હતું કે લોકોના પ્રયત્નો છતાં દિના સનિચર ક્યારેય માનવ સમાજને અનુકૂળ ન થઈ શક્યો. દિના સનિચરની સાથે ભારતમાં એવા ઘણા કિસ્સાઓ હતા જેમાં બાળકો જંગલી પ્રાણીઓ સાથે મોટા થયા હતા. ભારતમાં જ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

દિના સનીચર જેવા અન્ય કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા હતા

ભારતમાં જંગલી પ્રાણીઓ વચ્ચે ઉછરેલો દિના એકમાત્ર છોકરો નહોતો. સમય જતાં આવા વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ભારતમાં ચાર અન્ય જંગલી બાળકો મળી આવ્યા હતા. દિના સનિચર ઉપરાંત અમલા અને કમલાના કિસ્સા પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ બે છોકરીઓને 1920માં વરુના ટોળામાંથી બચાવી લેવામાં આવી હતી. આ છોકરીઓ પણ ચાર અંગો પર ચાલતી હતી. આ ઉપરાંત, તેઓ માત્ર કાચું માંસ ખાતા હતા. આ બધા જ કિસ્સા દિના સનીચર મળી આવ્યા તેની આસપાસના સમયના હતા.

તાજેતરમાં પણ જંગલ બુક પર આધારિત બે ફિલ્મો બની છે

જંગલી પ્રાણીઓ વચ્ચે ઉછરેલા જંગલી બાળકોની કહાનીઓએ ઘણા લેખકોને પ્રેરણા આપી, જેમાંથી સૌથી પ્રખ્યાત રૂડયાર્ડ કિપલિંગ હતા. દિના સનિચર મળ્યાના 20 વર્ષ બાદ કિપલિંગે 1894માં ધ જંગલ બુક લખી હતી. એવું કહેવાય છે કે આ પુસ્તકનું મુખ્ય પાત્ર મોગલી સનિચરની કહાનીથી ખૂબ જ પ્રેરિત હતું. આ કહાની બાળકોમાં ખૂબ ફેમસ થઈ. કિપલિંગ રાતોરાત દુનિયાભરમાં ફેમસ થઈ ગયા હતા.

જંગલ બુકમાં કિપલિંગ જણાવે છે કે મોગલીનો અર્થ દેડકો એટલે કે જેની ચામડી પર વાળ નથી. પરંતુ હકીકતમાં આ નામ સંપૂર્ણપણે મનસ્વી હતું. દેડકાને દુનિયાની કોઈ પણ ભાષામાં મોગલી કહેવામાં આવતો નથી. બીજી રસપ્રદ વાત એ છે કે જેને આપણે મોગલી કહીએ છીએ, હકીકતમાં કિપલિંગ તેને મૌગલી તરીકે લખવા માગતા હતા.

મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંબંધને દર્શાવતી આ કહાની એટલી હિટ થઈ કે જંગલ બુક પર ડઝનબંધ ફિલ્મો અને કાર્ટૂન બનાવવામાં આવ્યા અને તેનું એક ગીત ‘જંગલ જંગલ પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ’ પણ ખૂબ ફેમસ હતું. તાજેતરમાં જ જંગલ બુક પર આધારિત બે ફિલ્મો વર્ષ 2016 અને 2018માં રિલીઝ થઈ હતી.

ભારતીય દિના સનિચરની કહાનીએ લોકપ્રિય સંસ્કૃતિ અને લોકકથાઓ પર અવિશ્વસનીય છાપ છોડી છે, જે વર્ષો સુધી રહેશે. લોકકથાઓ અને દંતકથાઓથી લઈને સાહિત્ય અને ફિલ્મોમાં દિના સનિચરની કહાની વિશ્વભરના લોકોને આકર્ષિત કરે છે.

Next Article