AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance અને TCS સહિત 7 મોટી કંપનીઓના રૂ. 1.25 લાખ કરોડ ડૂબ્યા, જ્યારે બેંકિંગ સેક્ટરે મચાવી ધુમ

વીતેલા સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો, જેના કારણે સેન્સેક્સની ટોપ-10 માંથી 7 સૌથી મોટી કંપનીઓની માર્કેટ વેલ્યુમાં મોટો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રુપની TCS ના રોકાણકારોને માત્ર 5 દિવસમાં જ આશરે 60,000 કરોડ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે, જ્યારે બેન્કિંગ સેક્ટરની ત્રણ કંપનીઓએ રોકાણકારોને બચાવી લીધા છે.

Reliance અને TCS સહિત 7 મોટી કંપનીઓના રૂ. 1.25 લાખ કરોડ ડૂબ્યા, જ્યારે બેંકિંગ સેક્ટરે મચાવી ધુમ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 07, 2026 | 7:52 PM
Share

બજારના કડાકામાં રિલાયન્સ અને TCS ને સૌથી મોટો ફટકો, ગયા સપ્તાહે શેરબજારમાં સતત ઘટાડો હાવી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 532 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 181 પોઇન્ટ ગગડ્યો હતો. આ સુસ્તી વચ્ચે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોના આશરે 39,718 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે અને કંપનીનું કુલ માર્કેટ કેપ ઘટીને 17.47 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. નુકસાનના મામલામાં બીજા નંબરે આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની TCS રહી, જેની માર્કેટ વેલ્યુ 20,135 કરોડ રૂપિયા ઘટીને 7.95 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

આ દિગ્ગજ કંપનીઓએ પણ કરાવ્યું મોટું નુકસાન

બજારના ઘટાડાની લપેટમાં અન્ય પાંચ મોટી કંપનીઓ પણ આવી ગઈ હતી, જેમના માર્કેટ કેપમાં થયેલું નુકસાન નીચે મુજબ છે:

કંપની નુકસાન માર્કેટ કેપ
ભારતી એરટેલ રૂ. 18,736 કરોડનું નુકસાન 10.96 લાખ કરોડ રૂપિયા
એલ એન્ડ ટી રૂ. 16,880 કરોડનું નુકસાન 5.44 લાખ કરોડ રૂપિયા
એલઆઇસી રૂ. 14,611 કરોડનું નુકસાન 5.06 લાખ કરોડ રૂપિયા
બજાજ ફાઇનાન્સ રૂ. 9,681 કરોડનું નુકસાન 5.54 લાખ કરોડ રૂપિયા
હિન્દુસ્તાન યુનિલિવર રૂ. 1,909 કરોડનું નુકસાન 4.98 લાખ કરોડ રૂપિયા

SBI અને બેન્કિંગ શેરોએ કરાવી મોજ

આવા કપરા સમયમાં પણ દેશની ત્રણ મોટી બેન્કોએ પોતાના રોકાણકારોને બખ્ખાં કરાવ્યા છે. આ યાદીમાં સૌથી મોટો સરકારી બેન્ક એસબીઆઈ (SBI) મોખરે રહ્યો, જેનું માર્કેટ કેપ 12,692 કરોડ રૂપિયાના વધારા સાથે ઉછળીને 9.02 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) નું માર્કેટ કેપ 4,485 કરોડ રૂપિયા વધીને 9.05 લાખ કરોડ રૂપિયા અને એચડીએફસી બેન્ક (HDFC Bank) નું માર્કેટ કેપ 4,101 કરોડ રૂપિયાની બઢત સાથે 11.51 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

માર્કેટ કેપના આધારે દેશની નવી રેન્કિંગ

ભારે ઘટાડા છતાં પણ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વર્ચસ્વ પ્રથમ સ્થાન પર યથાવત છે. બજારની લેટેસ્ટ સ્થિતિ અનુસાર ટોપ-10 કંપનીઓનો ક્રમ આ પ્રમાણે છે:

  1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)
  2. એચડીએફસી બેન્ક (HDFC Bank)
  3. ભારતી એરટેલ (Bharti Airtel)
  4. આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank)
  5. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)
  6. ટીસીએસ (TCS)
  7. બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)
  8. એલ એન્ડ ટી (L&T)
  9. એલઆઇસી (LIC)
  10. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Follow Us
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">