જ્યારે પાકિસ્તાનને પ્રિન્ટીંગ પ્રેસ ન આપવા બાબતે અડી ગયા સરદાર.. નેહરુને પણ પરખાવી દીધુ રોકડુ… બાદમાં કોના કહેવાથી નરમ પડ્યા લોહપુરુષ- વાંચો
નહેરુ મહાત્મા ગાંધીના વધુ લાડલા હતા? તો શું ગાંધીનો સરદાર પટેલ સાથે તેવો સ્નેહ નહોતો? ક્યાંક એવું તો નહોંતુ કે મહાત્મા ગાંધી તેમને નેહરુ સાથે થયેલા ઝઘડા પછીથી નાપસંદ કરવા લાગ્યા હતા? આખરે એ ક્યો ઝઘડો હતો જેની ફરિયાદ ગાંધીજી પાસે કરવામાં આવી હતી? આઝાદી પહેલાં એક સમય હતો જ્યારે કોંગ્રેસ બે પંથોમાં વહેંચાયેલી હતી. એક નરમપંથી તો બીજા ગરમપંથી. જવાહરલાલ નેહરુ નરમપંથી હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ ગરમપંથી. હવે દેખીતી રીતે જ ગરમ અને ઠંડા વચ્ચે ટકરાવ તો સ્વાભાવિક છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે સરદાર અને નેહરુ વચ્ચે ઝઘડો એક વાર એટલો વધી ગયો હતો કે ખુદ મહાત્મા ગાંધીએ મધ્યસ્થી કરવા માટે આવવું પડ્યું હતું

નવેમ્બર 1946, એટલે કે આઝાદી મળવાના લગભગ એક વર્ષ પહેલા. મેરઠમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ચાલી રહ્યું હતું. જેમાં સરદાર પટેલે પાકિસ્તાનની વાત કરનારાઓને લલકાર્યા હતા. પટેલે કહ્યું, આપ જે પણ કરો, પ્રેમ અને શાંતિના માર્ગ પર કરો. બની શકે કે આપ સફળ પણ થઇ જાઓ. પરંતુ એક વાત યાદ રાખજો. તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે. સરદારે કોને કહ્યુ તલવારનો જવાબ તલવારથી અપાશે? સરદાર પટેલના આ શબ્દો ‘તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે’, આગની જેમ સમગ્ર અધિવેશનમાં ફેલાઈ ગયો. હવે જવાહરલાલ નેહરુથી રહેવાયું નહીં, નરમપંથી જો હતા. તેમણે જાહેરાત કરી દીધી કે વચગાળાની સરકારમાંથી કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે. પરંતુ પટેલે પોતાનું રાજીનામું મોકલ્યું નહીં, એને તેની જ સામે મુંબઈમાં ફરીથી એક ભાષણ આપ્યું. આ ભાષણમાં પટેલે કહ્યું કે મારો વચગાળાની સરકારમાંથી રાજીનામું આપવાનો કોઈ...
